Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ અર્થ : જિન ! યોગીઓ હૃદયરૂપી કમળના ડોડાના ભાગમાં પરમાત્મા સ્વરૂપ એવા આપને હંમેશા શોધે છે. અથવા તો નિર્મળ કાંતિવાળા, પવિત્ર એવા કમળબીજનું (આત્માનું) કમળદાંડી સિવાય બીજું સ્થાન શું સંભવે ખરું ? સમાસ : (૧) હૃચં વ અમ્બુનું રૂતિ યામ્બુન । યામ્બુનસ્ય જોશવેશઃ (મધ્યમાા:) તિ યામ્બુનોશવેશ:, તસ્મિન્ (૨) परमश्चासौ आत्मा च इति परमात्मा । परमात्मा एव रूपं (स्वरूपं) यस्य स પરમાત્મરૂપ:, તમ્ (રૂ) નિર્મતા રુત્તિ: યસ્ય સ નિર્મલવિઃ, તસ્ય । ભાવાર્થ : કવિ પોતાની શૈલિ પ્રમાણે જ ચાલી રહ્યા છે. પ્રથમ આપત્તિ આપે છે. તે આ પ્રમાણે-યોગીઓ પ્રભુને પોતાના હૃદયના અંદરના ભાગમાં શોધે છે એ તો વિચિત્ર ગણાય. પ્રભુને શોધવા માટે તીર્થભૂમિઓ વગેરેમાં ફરવું જોઈએ. પછી સ્વયં સમાધાન આપે છે કે કમળનું જે બીજ છે તે નિર્મળ કાંતિવાળું છે અને પવિત્ર છે. અને એ કમળની દાંડીની અંદર રહેલું હોય છે. એને બહાર શોધવા જવાની જરૂર નથી. એમ પ્રભુ પણ નિર્મળ કાંતિવાળા અને પવિત્ર જ છે તો એ પણ કમળબીજ જેવા હોવાથી કમળદાંડીના મધ્યભાગમાં જ રહે ને ? ફરક એટલો જ કે પ્રભુ યોગીઓના હૃદયરૂપી કમળના મધ્યભાગમાં રહે છે, પેલું કમળબીજ લૌકિક કમળના મધ્યભાગમાં રહે છે. હવે જે વસ્તુ જ્યાં રહેતી હોય તે વસ્તુને ત્યાં જ શોધવી પડે. પ્રભુ યોગીઓના હૃદયકમળમાં જ રહે છે એટલે યોગીઓ પ્રભુને હૃદયકમળમાં જ શોધે એ યોગ્ય જ છે. અહીં કવિએ બીજી પણ કેટલીક બાબતો સ્પષ્ટ કરી. (૧) યોગીઓ સતત પ્રભુનું સ્મરણ કરે છે એ વાત કવિએ બતાવી. (૨) પરમાત્મા દરેક આત્માની અંદર જ રહેલા છે. એને બહાર શોધવાની જરૂર નથી. *+*************** કલ્યાણમંદિર સ્તોત્ર નનનનન+ ૧૫

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60