Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ विषधरी - नाग सविध = पासे गत = पाभ्यो. અર્થ : હે મુનિઓના સ્વામી ! હું માનું છું કે આ પાર વિનાના સંસારરૂપી સમુદ્રમાં મારા કાનના વિષયપણાને તું પામ્યો નથી. અથવા તો (જો તું મારા કાનનો વિષય બન્યો હોત અને એ રીતે) તારું નામ રૂપી પવિત્ર મંત્ર સંભળાયે છતે શું વિપત્તિરૂપી નાગણ પાસે આવે ખરી ? (પણ મને તો ઘણી વિપત્તિઓ આવે છે. એટલે હું અનુમાન કરું છું કે મેં ક્યારેય તારું નામ સાંભળ્યું નથી.) समास : (१) न विद्यते पारः यस्य स इति अपारः । भवः एव वारिनिधिः इति भववारिनिधिः । अपारश्चासौ भववारिनिधिश्च इति अपारभववारिनिधिः, तस्मिन् । वारीणां निधिः इति वारिनिधिः (२) श्रवणस्य गोचरः इति श्रवणगोचरः, तस्य भावः श्रवणगोचरता, ताम् (३) पवित्रश्चासौ मंत्रश्च इति पवित्रमंत्रः । गोत्रं एव पवित्रमंत्र: इति गोत्रपवित्रमन्त्रः तस्मिन् (४) विषं धरतीति विषधरी, विपद् एव विषधरी इति विपद्विषधरी । " ભાવાર્થ : કાન જેનું નામ સાંભળે એ પદાર્થ કાનનો વિષય બને. કવિ કહે છે કે મેં પ્રભુનું નામ સાંભળ્યું જ નથી. અર્થાત્ પ્રભુ મારા કાનનો વિષય બન્યા નથી. કવિ અનુમાન જ કરે છે કે પ્રભુના નામના શ્રવણની એ તાકાત છે કે કોઈ આપત્તિ-વિપત્તિ ન આવવા દે પણ મારે તો ઘણી વિપત્તિઓ છે એટલે મને લાગે છે કે ‘મેં પ્રભુનું નામ સાંભળ્યું નથી.’ जन्मान्तरेऽपि तव पादयुगं न देव ! मन्ये मया महितमीहितदानदक्षम् । तेनेह जन्मनि मुनीश ! पराभवानां । जातो निकेतनमहं मथिताशयानाम् ॥३६॥ अन्वय : देव ! मन्ये मया जन्मान्तरे अपि ईहितदानदक्षं तव पादयुगं न महितं तेन मुनीश ! अहं इह जन्मनि मथित- आशयानां पराभवानां निकेतनं जातः ॥३६॥ 111111111111111111111111~~**~~*~~**~**~**~~**~~**~~************** ४० +++++++++++++++††††††††††† કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60