Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ અર્થ સૂચવાતા હોય તે વાક્ય દ્વિઅર્થી કહેવાય. કવિએ આ વાક્યનો સીધો અર્થ આ જ બતાવ્યો કે મધ્યસ્થીઓ વિગ્રહને-ઝઘડાને ખતમ કરે. પણ અહીં એમણે બીજી રીતે અર્થ કરી ઉપરનો વિરોધ દૂર કરવો છે. પ્રભુ ભવ્યોની મધ્યમાં-અંદરમાં રહેલા છે મધ્યસ્થ છે. અને શરીરની મધ્યમાં રહેલી વસ્તુ એ શરીરનો નાશ કરે જ. જેમ શરીરની અંદર રહેલો જઠરાગ્નિ એ શરીરનો નાશ કરી શકે છે. (માણસ ખોરાક બંધ કરે તો એ જઠરાગ્નિ માણસના શરીરને ખાઈ જાય. માટે જ નહિ ખાનારાઓ કુશ થઈને અંતે મરી જાય છે.) એટલે પ્રભુ પણ શરીરની અંદર રહીને શરીરનો વિનાશ કરનારા બને તો એ ખોટું નથી. आत्मा मनीषिभिरयं त्वदभेदबुद्धया । ... ध्यातो जिनेन्द्र ! भवतीह भवत्प्रभावः । पानीयमप्यमृतमित्यनुचिन्त्यमानं । किं नाम नो विषविकारमपाकरोति ॥१७॥ अन्वय : जिनेन्द्र ! मनीषिभिः अयं आत्मा त्वद्-अभेदबुद्ध्या ध्यातः भवत्प्रभावः इह भवति । नाम पानीयं अपि 'अमृतं' इति अनुचिन्त्यमानं विषविकारं किं नो अपाकरोति ? ॥१७॥ પરિચય : મનીષ=બુદ્ધિમાન મનીષા=બુદ્ધિ પાનીય=પાણી નામ=પ્રસિદ્ધ અર્થ માટે. અર્થ : જિનેન્દ્ર ! બુદ્ધિશાળીઓ વડે આ આત્મા તમારી સાથેના અભેદની બુદ્ધિથી ધ્યાન કરાયેલો છતો આપના જેવા જ પ્રભાવવાળો આ લોકમાં જ બની જાય છે અને આ પ્રસિદ્ધ જ છે કે પાણી પણ “અમૃત એ પ્રમાણે વારંવાર વિચારાતું છતું વિષના વિકારને શું દૂર નથી કરતું ? અર્થાત્ કરે જ છે. સમાસઃ (૨) વયા (સર) અમે રૂતિ વૈદ્રા , તસ્ય વૃદ્ધિ ૧૮ કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60