Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ અર્થઃ હે વિભુ! તમારા વડે જો ક્રોધ સૌ પ્રથમ દૂર કરાયો તો પછી કર્મરૂપી ચોરો કેવી રીતે હણાયા? અથવા તો આ લોકમાં ઠંડો એવો હિમ લીલા વૃક્ષોવાળા જંગલોને શું નથી બાળતો? સમાસઃ (૨) નિ વિ વૈરા: તિ ર્મવીર: . (૨) નીત: द्रुमाः येषु तानि नीलद्रुमाणि, तानि । ભાવાર્થ શત્રુને મારી નાંખવા માટે ક્રોધની જરૂર પડે છે. ક્રોધ વિના ચોરો-શત્રુઓને મારી ન શકાય. પ્રભુએ ક્ષપકશ્રેણીમાં સૌ પ્રથમ ક્રોધનો ક્ષય કરી નાંખ્યો. ત્યારબાદ બાકીની ઘણી બધી મોહનીય પ્રકૃતિ વગેરેનો વિનાશ કર્યો. કવિ અહીં પણ વિરોધ બતાવે છે કે આપે તો ક્રોધને જ સૌથી પહેલા મારી નાંખ્યો તો ક્રોધ વિના હવે બાકીના કર્મચોરોને હણવા શક્ય નથી. આપે શી રીતે એમને હણ્યા? છેલ્લા બે પાદમાં કવિ જ ઉત્તર આપે છે કે ક્રોધથી જ બીજાઓનો વિનાશ કરાય એવો નિયમ નથી. ઠંડો હિમ જંગલોને બાળી જ નાંખે છે. ને? એમ પ્રભુ ક્રોધ વિના ક્ષમાથી જ કર્મચોરોને હણી શક્યા. त्वां योगिनो जिन ! सदा परमात्मरूपमन्वेषयन्ति हृदयाम्बुज-कोशदेशे । पूतस्य निर्मलरुचेर्यदिवा किमन्य दक्षस्य संभवि पदं ननु कर्णिकायाः ॥१४॥ अन्वय : जिन ! योगिनः हृदयाम्बुजकोशदेशे परमात्मरूपं त्वाम् सदा अन्वेषयन्ति । यदिवा ननु निर्मलरुचेः पूतस्य अक्षस्य कर्णिकायाः अन्यत् पदं किं संभवि ? ॥१४॥ પરિચય : મ્યુનકમળ અવુનોવેશ=કમળનો કોશ, ડોડા અર્થાત્ મધ્યભાગ અક્ષ=આત્મા, કમળનું બીજ પૂત–પવિત્ર શfl= કમળદાંડી પ–સ્થાન. ૧૪ કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60