Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 8
________________ કૃતિ પૂરેપૂરી જોઈ વિચારી તેનુ નવનીત તારવી, એને વાચકવૃંદને યથેષ્ઠ આસ્વાદ કરાવો એ મારા જેવા માટે તે મુશ્કેલ–બલ્ક અશક્ય કાર્ય ગણાય. આમ હોવાથી આ રચનામાં જે કંઈ ન્યૂનતા જણાય તેને દૂર કરવા વિશેષજ્ઞોને હુ વીનવુ છું. એમ લાગે છે કે મારા આ અલ્પસ્વલ્પ કાર્યરૂપ આ પુસ્તક ગુજરાતીમાં હોવાથી, હરિભસૂરિની સાહિત્યસેવા તરફ વિશેષ લક્ષ્મ ખેંચવાનું એ સાધન બનશે. ઋણસ્વીકાર:–આ કાર્યને ઉભવ “શ્રી સયાજી સાહિત્યમાળાના સંચાલક તરફથી મળેલા નિમ ત્રણને આભારી હોવાથી, હુ અહીં સૌથી પ્રથમ તો પ્રાચ્યવિદ્યા મન્દિર, વડોદરાના ભૂતપૂર્વ સંચાલક છે. વિનયતષ ભટ્ટાચાર્યને ઉપકાર માનુ છુ. . આ કાર્ય મેં હાથ ધર્યું અને જે એની પૂર્ણાહુતિ થઈ એ દરમ્યાન મારી અન્ય સાહિત્યપ્રવૃત્તિ ચાલુ હતી તેથી કેટલીક વાર આ કાર્ય કરવા માટે પ્રવૃત્ત થતો ન હતો, પરંતુ મારી પત્ની ઈન્દિરા તરફથી મને આ કાર્ય પૂર્ણ કરવાની અવારનવાર સૂચનાઓ મળતી રહેવાથી, આ કાર્ય હું પૂરું કરી શક્યો છુ; એટલે એ બદલ હુ એને પણ ઋણું છું. આ પુસ્તક તૈયાર કરવામાં મેં જે પુસ્તકાદિને એક યા બીજી રીતે ઉપયોગ કર્યો છે તેના લેખક મહાશયનો અને એના પ્રકાશક મહાદયને હું ઉપકૃત છું. સંજોગવશાત કાઈકની આવી નોધ ન લેવાઈ હોય તો તે બદલ ક્ષમા યાચુ છુ. આં પુસ્તક સત્વર અને ગ્ય સ્વરૂપમાં પ્રકાશિત થાય તે બદલ સજાગતા રાખવા અને સહદયતાપૂર્વક સહકાર આપવા બદલ હુ પ્રાચ્યવિદ્યા મંદિરના નિયામકશ્રી ડો. ભોગીલાલ જ. સાડેસરાને આભારી છુ. આ પુસ્તકની મુદ્રણાલય-પુરિતકા (Press-copy) તૈયાર કરવામાં મને મારા બે પુત્રો–નલિનચન્દ્ર, બી. એસસી, એસ. ટી. સી. અને વિબેધચન્દ્ર, એમ.એસસી., તેમ જ મારી પુત્રી મનોરમા, એમ.એ,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 405