________________
ઃ ૬૨ ઃ
જ્ઞાન પ્રદીપ.
નિત્ય આનંદ, તથા નિત્ય જીવનરૂપ તેમનો સ્વાર્થ સિદ્ધ થઈ શકતો નથી. તેમના સ્વાર્થનું સાધક જીવમાત્રની દયા તથા સંરક્ષણ હોવાથી તેમનો રાગ આત્માઓ ઉપર જ હાય છે; અને આત્માઓ ઉપર રાગ–સ્નેહ જ્ઞાની પુરુષો પેાતાના સ્વાસ્થ્યને માટે જ કરે છે. આ સ્વાર્થ સાચા સ્વાના નામથી ઓળખાય છે કે જેને દુનિયા પરમાથ કહીને મેલાવે છે. જ્યારે તેમનો સ્વાર્થ સિદ્ધ થઇ જાય છે ત્યારપછી તેમને ફાઇના ઉપર રાગ– સ્નેહ રહેતો નથી તેમજ દ્વેષ પણ રહેતો નથી, અર્થાત્ તે વીતરાગદશા પ્રાપ્ત કરે છે.
સંસારમાં જેટલા જ્ઞાની મહાપુરુષો થઇ ગયા છે તે સઘળા ય સાચા સ્વાર્થી હતા. તેએ જેટલી પ્રવૃત્તિ કરતા તે આત્માનો વિકાસ કરી પરમાત્મપદ મેળવવારૂપ સ્વાર્થને માટે જ કરતા. અત્યારે પણ જેએ નિઃસ્વાર્થ સેવા કરવાવાળા, પાપકારી તરીકે ઓળખાય છે તે પણ સ્વાર્થી અને સ્વાષકારી જ છે; કારણ કે સ્વાશન્ય તેમજ પેાતાના ઉપર ઉપકારની ધારણા સિવાય પ્રવૃત્તિ થઈ શકતી જ નથી. પરોપકારી તથા સેવાભાવી જે કાંઈ પાપકાર કે સેવા કરે છે, તેનું કાંઈ ને કાંઇ પ્રયોજન તેા હોવું જ જોઇએ, કાંઈ ને કાંઈ ઉદ્દેશ તા હેાવા જ જોઈયે. જે પ્રયેાજન તથા ઉદ્દેશને અનુસરીને તેઓ પ્રવૃત્તિ કરે છે તે પ્રયોજન તથા ઉદ્દેશ, સામેના માણસ પાસેથી ઐહિક સુખને સાધક ખલા મેળવવાના કારણભૂત કદાચ હોય, તેા પણ બીજા ઘણા પ્રકારના આલાક તથા પરલેાક સંબંધી પ્રયાજના હાય છે. જેમકે:-કાઇને આ ઘણા જ પરોપકારી છે, ઘણા જ દયાળુ છે, ઘણા જ સેવાભાવી છે ઈત્યાદિ દુનિયામાં પ્રસિદ્ધિ મેળવવાનું પ્રયોજન હોય છે; તેા કાઇને આ ઘણો જ ધર્માત્મા