________________
સ્વાર્થમય સંસાર.
: ૬૧
wewe
પ્રકારની હોય છે. કેવળ ધનના લેભમાં જ સ્વાર્થ સમાને નથી, સ્વાર્થનું ક્ષેત્ર ઘણું જ વિશાળ છે. મનુષ્યને જેટલા પ્રકારની ઈચ્છાઓ થાય છે તેટલા જ પ્રકારનો સ્વાર્થ હોય છે. મેટા પુરુષો કહી ગયા છે કે “પ્રયજન સિવાય મંદ મનુષ્ય પણ પ્રવૃત્તિ કરતો નથી.” પ્રજન, સ્વાર્થને કહેવામાં આવે છે, અને તે પોતાની બુદ્ધિ અનુસાર ઉત્પન્ન થયેલી વસ્તુ–ચાહનારૂપ ઈચ્છાને કહેવામાં આવે છે.
જગતમાં બે પ્રકારના પુરુષ હોય છે. એક તો જ્ઞાની અને બીજા અજ્ઞાની. આ બંને પ્રકારના પુરુષેમાંથી જે જ્ઞાની પુરુષો હોય છે તેમની ઈચ્છાઓ અજ્ઞાની પુરુષોની ઈચ્છાઓ કરતાં સર્વથા ભિન્ન પ્રકારની હોવાથી તેમના સ્વાર્થની વ્યાખ્યા પણ જુદા જ પ્રકારની થાય છે.
જ્ઞાની પુરુષો “સ્વ એટલે આત્મા, તેનો અર્થ–પ્રજન પિતાના સ્વરૂપનું પ્રગટ કરવું, આત્માને વિકાસ કરે આ પ્રમાણે સ્વાર્થની વ્યાખ્યા કરે છે. અને એટલા જ માટે જ્ઞાની પુરુષો પોતાના આત્માના વિકાસ માટે હંમેશાં જગતના સવ આત્માઓ ઉપર પ્રેમભાવ રાખીને કેઈને પણ દુઃખ આપતા નથી. સર્વ છાનું રક્ષણ કરે છે. કોઈપણ જીવનું જીવન તથા સુખ પોતાના ક્ષણિક સુખ માટે નષ્ટ કરતા નથી. જ્ઞાની પુરુષોનો સ્વાથ આત્માના વિકાસ સિવાય બીજું કાંઈ પણ હોતો નથી. આ આત્માનો વિકાસ આત્માની ઓળખાણ થવાથી થાય છે. જેને આત્માની ઓળખાણ થયેલી હોય છે તે કદાપિ ક્ષણિક આનંદ કે સુખને ચાહતે નથી, અને એટલા માટે જ તે ક્ષણિક સુખ તથા આનંદના ઉત્પાદક, જડ તથા જડના વિકારોથી હંમેશાં વિરક્ત રહે છે, કારણ કે જડ વસ્તુઓથી નિત્ય સુખ,