________________
: ૨૩૮ :
જ્ઞાન પ્રદીપ.
મૂળ વાણી તથા વિચારદ્વારા તેમજ કાયાદ્વારા પણ મનને દુલવીને માનસિક દુ:ખ અપાય છે. શારીરિક દુઃખાને વ્યાધિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે માનસિક દુઃખે। વ્યાધિ તરીકે ઓળખાય છે. શારીરિક પીડા આપવા કરતાં માનસિક પીડા આપવામાં વધારે અપરાધી થવાય છે એમ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલેાકન કરીએ તેા સ્પષ્ટતર ભાસ થાય છે. શરીરને ઇજા પહેોંચાડવાથી મન દુભાય છે પણ તે ચિંતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકતું નથી તેમજ શલ્યની જેમ જીવન પર્યંત ખૂંચ્યા કરતું નથી. કહેવાય છે કે તલવારના ઘા રૂઝાઈ જાય છે પણ વચનના ઘા રૂઝાતા નથી.
બીજાનું માઠું ચિંતવવું, અપશબ્દ ખેલવા, અછતા દોષાના આરોપ મૂકવા, માયા વર્તન રાખવું, અસત્ય ખેાલી વિશ્વાસઘાત કરવા, ખીજાના લાભમાં આડે આવી નુકસાન પહોંચાડવું વગેરે વગેરે માનસિક દુઃખ ઉત્પન્ન કરવાનાં કારણેા છે. અને તે માનવી માત્રને ઉદ્વેગ તથા ખેદની ભઠ્ઠીમાં અત્યંત તપાવીને તેમના રૂધિર તથા માંસને સુકાવી નાંખે છે અને મૃત્યુના શરણે પહાંચાડે છે. કેટલાકને તા ઉદ્વેગ તથા ખેદ ન સહન થવાથી આત્મઘાતના આશ્રય લેવા પડે છે અથવા તેા વગર પ્રયાસે ફ્રેંડ છેાડી દેવા પડે છે.
ચદ્યપિ શારીરિક દુઃખ આપવામાં માયા–પ્રપંચના ઉપયોગની ખાસ જરૂરત રહેતી નથી તે સિવાય પણ શારીરિક દુઃખ આપી શકાય છે પરંતુ માનસિક દુઃખ આપવામાં તે ખાસ કરીને માયા, પ્રપંચ, છળ−કપટ, દંભ તથા કાવાદાવાના ઉપયોગ કરવા પડે છે. માનસિક દુઃખ આપનારના અધ્યવસાય ચાવીશે કલાક મલિન બન્યા રહે છે. પશ્ચાત્તાપ કરવાના સમય ભાગ્યે