________________
: ૩૧૮ :
જ્ઞાન પ્રદીપ.
માટે તે કૃત્રિમ હેાવાથી તે સંયાગાનુ કાર્ય પણ કૃત્રિમ જ છે. કમ આરિત જ્ઞાનવાળો આત્મા કે જે અજ્ઞાની કહેવાય છે, તે કમના કાર્યમાં મૂંઝાઈ જાય છે અને અનુકૂળતા તથા પ્રતિમૂળતાની શ્રમિત ભાવનાથી પેાતાને સુખી તથા દુઃખી માને છે. પેાતાને નિર્માલ્ય, નિબળ, દીન, કંગાલ માની પેાતાના અસ્તિત્વ માટે તથા પોતાના આનંદૅ અને સુખ માટે નિરતર જડના જ આભારી બન્યો રહે છે.
સયોગો નિત્ય નથી. સંયોગ વિયોગસ્વરૂપ હેાય છે, માટે જ જ્ઞાનીએ સયોગોને ઇચ્છતા નથી તેમજ વિયોગને પણ ઇચ્છતા નથી; પરન્તુ સ્વરૂપરમણતાની સ્પૃહાવાળા હોય છે અને તેથી કરીને સમતા, શાંતિ અને આનંદના ભેાગી હેાય છે. સમધાને આત્મા નથી જોડતા કારણ કે તે સ્વરૂપે હંમેશા સંબંધ વિનાના હાય છે. આત્માઓના સંબંધેા થતા નથી પણ જડના સંબંધ થાય છે. જડાસક્ત જડાધીન આત્મા માની લે છે કે મારા અમુક આત્માની સાથે સંબધ થયા છે પણ તે એક પ્રકારની મિથ્યા ભ્રાન્તિ જ છે અને તે મિથ્યા ભ્રાન્તિને લઈને અત્યંત દુઃખ મનાવે છે. વાસ્તવિકમાં દુઃખ, સચેાગ, સંબંધ, ઈષ્ટ, અનિષ્ટ આદિ કાઇ પણ ભાવા સ'સારમાં સ્વરૂપે સત્ય કે નિત્ય નથી; માટે વિચારક ડાહ્યા તત્ત્વજ્ઞ આત્માઓએ વસ્તુસ્થિતિને લક્ષમાં રાખીને આત્મસ્વરૂપ, સમતા, શાંતિ તથા આનંદાદિથી પરાહુસુખ ન થતાં સ્વરૂપના વિકાસના માર્ગે વળવું જોઇએ.