________________
જીવન મીમાંસા.
: ૨૨૭ :
થી તેને જાળવી રાખવા કમ સંયોગ દઢ બની વાસ્તવિક જીવન વધુ અવરાય તેવા પ્રયાસે કરે છે.
સવ કમને સર્વથા વિયોગ થવાથી અપરિમિત જીવનની શરુઆત થાય છે, માટે તેની આદિ છે પણ ફરીને કર્મસંગ થતું નથી માટે તેને અંત નથી, નિરંતર રહેવાવાળું શાશ્વતું છે. ત્યારે પરિમિત જીવનની કેવળ આયુષ્યકમના ઉદયથી પ્રત્યેક ક્ષણે થતા સામયિક વિગની શરૂઆતથી આદિ છે અને સર્વથા આયુષ્ય ક્ષય થવાથી અંત પણ છે. તેમજ સર્વથા આયુષ્ય ક્ષય થયા પહેલા નવા આયુષ્યકર્મને બંધ થવાથી તેને જ્યારે ઉદય થાય છે ત્યારે પાછા નવા જીવનની શરુઆત પણ છે. આ પ્રમાણે બીજા સર્વ કર્મના વિદ્યમાનપણામાં કેવળ આયુષ્યકર્મને ઉદય, ક્ષય અને બંધસ્વરૂપ હોવાથી આ જીવન આદિઅંતવાળું છે અને એટલા માટે પરિમિત કહ્યું છે. આવું પરિમિત જીવન જાળવીને તેમાંથી આનંદ, શાંતિ, સંતોષ અને સુખ મેળવવા અજ્ઞાની છ પ્રયાસ કરી રહ્યા છે પણ આજ સુધીમાં કઈ પણ પરિમિત જીવનને અપરિમિત બનાવી શક્યું નથી, તેમજ તેમાંથી આનંદ, શાંતિ આદિ કોઈ પણ મેળવી શક્યું નથી, માટે સર્વે કર્મને સર્વથા વિગસ્વરૂપ અને આત્માના ધર્મ સ્વરૂપ અપરિમિત જીવનને વિકાસ કરીને આત્માને શાશ્વત સુખી કરવા સુખાભિલાષી સર્વ જીને પ્રયાસ કરવાની અત્યંત આવશ્યકતા છે.
‘ es