________________
તાત્ત્વિક વિચારણા.
: ૨૬૩ :
લાગુ પડી શકતા નથી અને જો વિભાવપર્યાયના આત્મદ્રવ્યથી વિયેાગ ન થાય તે આત્માની શુદ્ધિ કાઇ પણ કાળે થઇ શકે જ નહિ, માટે જ સ્વપર્યાયથી દ્રવ્ય જુદુ‘ નથી પણ પરપર્યાયથી તા જુદું જ છે. ઘટના પર્યાયથી પટ ભિન્ન અને પટના પર્યાયથી ઘટ ભિન્ન; જડના પર્યાયથી ચૈતન્ય ભિન્ન અને ચૈતન્યના પર્યાયથી જડ ભિન્ન છે.
પ્રથમ તે આપણે આત્માના વિભાવપર્યાય કે જે કમના વિકારસ્વરૂપ છે તેના વિચાર ન કરતાં ચૈતન્યથી ભિન્ન જડ— પુદ્દગલદ્રવ્યના પર્યાયેા જે અનેક રૂપે દૃષ્ટિગેાચર થઈ રહ્યા છે અને પાંચ ઇંદ્રિયાના વિષયસ્વરૂપ છે તેના વિચાર કરવાની અત્યંત આવશ્યકતા છે.
આત્માને સ્વચ્છ બનાવી સદાશિવ મેળવવા ઇચ્છનારે રાગ– દ્વેષરૂપી વિભાવપર્યાયની મલિનતા સ્વભાવપર્યાયમાંથી કાઢી નાખવાની જરૂરત છે. આ મલિનતાના ઉત્પાદક અને તેને પુષ્ટ અનાવનાર પાંચે ઇંદ્રિયાના વિષયસ્વરૂપ જડના પર્યાય છે. જ્યાં સુધી જડના પર્યાયામાં આત્મા વિભાવપર્યાયથી ભળે છે અર્થાત્ જડ અને જડના વિકારો કે જે પાંચ ઇંદ્રિયાના વિષચે છે તેમાં આત્મા રાગદ્વેષની પરિણતિ રાખે છે. તે રાગદ્વેષની મલિનતા દૂર કરી શકતા નથી પણ સ્વભાવપર્યાંયને વધારે મલિન અનાવે છે અને જે પૌલિક વસ્તુઓમાં રાગદ્વેષ કરતા નથી અર્થાત્ કેવળ સ્વભાવપર્યાયથી જ પરપૉંચામાં ભળે છે તે સ્વભાવપર્યાયને સ્વચ્છ બનાવી વિભાવપર્યાયથી મુક્ત થઈ શકે છે અને આને જવિશુદ્ધ સ્વભાવપર્યાયને જ મુક્તિ કહેવામાં આવે છે.
સંસારમાં આત્માથી ભિન્ન સઘળા ય દ્રવ્ય અને સઘળા ય પર્યાયાની સાથે આત્માના જ્ઞાયકતાપણાના સંબંધ છે પણ ભ્રાતાપણાના નથી. આત્માનું લેાક્તાપણું સ્વગુણુપર્યાયમાં છે