Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 426
________________ બેધ સુધા. : ૩૯૭ : હૃદયમાં સ્વાર્થને અંશ પણ રાખશે નહિ. ૨૫૮. સ્વાર્થ અને સ્પૃહા સાચે માર્ગ બતાવવાના અને સારે માર્ગે ચાલવાના વિરોધી છે. ૨૫૯જીવનનિર્વાહ સિવાયની જરૂરિયાત એવી હેવી જોઈએ કે અપરાધ વિના અથવા તે અલ૫ અપરાધે પૂરી પડી શકે. - ૨૬૦. તમારા પ્રયાસથી કેાઈનું હિત થતું હોય તે કાળજીપૂર્વક ધ્યાન આપશે, પણ ઉપેક્ષા ન કરશે. ૨૬૧. કોઈ બીજાની સહાયતાથી જ તમે વિપત્તિમાંથી છૂટીને સંપત્તિવાળા બન્યા છે, માટે વિપત્તિગ્રસ્તને સહાય આપી સંપત્તિમાન બનાવવા ભૂલશે નહિ. ૨૬૨, દુઃખ વેઠી સુખી થનાર જ સુખની મધુરતા જાણું શકે છે. વિપત્તિ ભેગવી સંપત્તિ મેળવનાર જ સંપત્તિની કિંમત કરી શકે છે. પરિશ્રમ કરી વિશ્રાન્તિ મેળવનાર જ વિશ્રાન્તિની શાંતિને ઓળખી શકે છે. રોગથી પીડા પામીને આરેગ્યતા મેળવનાર જ આરેગ્યતાના આનંદને ચાખી શકે છે અને ભૂખથી પીડા પામેલે જ મિષ્ટાન્નની મીઠાશ મેળવી શકે છે. ૨૬૩. અનુભવશૂન્ય માણસે દુખીના દર્શને અને કંગાળતાની કનડગતને કળી શકતા નથી. . ' ૨૬૪. સંસારમાં પ્રાણીઓને બીજા અનુભવ ન પણ થાય, પરંતુ જન્મનો અને મૃત્યુનો અનુભવ તે પ્રાણીમાત્રને અવશ્ય થવાને જ. ૨૬૫. મૂખમાં મૂર્ખ માણસ પણ જાણે છે. કે- વાવ્યા સિવાય ફળ મળતાં નથી. એક વખત લાવ્યું હોય છે. એક

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446