Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 429
________________ muuwwwwvou : ૪૦૦ : જ્ઞાન પ્રદીપ. હિંમેશાં મોતથી ચેતીને ચાલજે. બધા કાર્યોથી પરવારી તૈયાર થઈને રહેજે. ૨૮૧. મરવાથી સહુને અણગમો થાય છે; પણ મરવાનું ભૂલ વિષયાસક્તિથી કેઈને પણ અણગમા થતું નથી. ૨૮૨. જેનાથી જેનું કાંઈપણ કાર્ય સિદ્ધ થતું ન હોય અથવા તે કઈ પણ વસ્તુની પ્રાપ્તિ પણ ન થતી હોય, તે પછી તે વ્યક્તિ ગમે તેટલી ઉદાર અને ધર્મીષ્ઠ કેમ ન હોય, પરંતુ તેને સ્વાર્થી માણસ કંજૂસ અને ધમધૂર્ત જરૂર કહેવાને જ. ૨૮૩. પિતાની પાછળ મૂકી જવાના હેતુથી ધનાદિને સંગ્રહ કરવા મરણના છેડા સુધી પોતાનું કલ્યાણ ન કરતાં દુઃખ વેઠ્યા કરવું તે ડાહ્યા પુરુષનું કામ નથી. - ૨૮૪. તમે પોતાની જ ફિકર રાખે; કારણ કે સંસારમાં સહુ કેઈ સુખદુખ માટે પ્રારબ્ધ સાથે લઈને અવતર્યા છે. તમારું પ્રારબ્ધ કેઈને પણ ઉપયોગમાં આવવાનું નથી. ૨૮૫. સંસાર ઉપર અજ્ઞાનતાથી જે વિરક્ત ભાવ થાય છે તે જે જ્ઞાનપૂર્વક થાય તે જીવાત્માનું કલ્યાણ થઈ જાય અને સર્વ દુખેથી છૂટી જાય. ૨૮૬. અજ્ઞાનતાથી થયેલો વૈરાગ્ય શેડો કાળ રહે છે અને જ્ઞાનથી થયેલે વૈરાગ્ય હમેશાં રહે છે. - ૨૮૭. બીજાના છતા–અછતા દેશે સાંભળીને દિલગીર થવાને બદલે રાજી થનાર ઉત્તમતા મેળવવાને લાયક નથી. ૨૮૮. કેઈમાણસ તમારા આગળ બીજાની નિંદા કરે તે તરત તેને બેલતાં અટકાવી દેજે, કારણ કે નિદક માણસને

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446