Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 417
________________ : ૩૮૮ : જ્ઞાન પ્રદીપ. કરીને ખીજાને સંગ્રહ કરાવવા પ્રયત્ન કરવા તે જ સ્વ-પરના નાશની નિશાની છે. ૧૮૭. અન્ન પરિમિત જીવનનું સાધન છે ત્યારે ધમ અપરિમિત અને સાચા અનંત જીવનનું' પરમ સાધન છે. ૧૮૮. અનીતિ અને અધમથી ધન ભેગું કરીને તે જ ધન અનીતિ અને અધમમાં વાપરવું ડાહ્યા માણસનું કામ નથી. ૧૮૯. તમને સાચા અને ભલા માણસ બહુ ગમે છે માટે જો તમે સાચા અને ભલા મનશો તે સહુને ગમશો. ૧૯૦. સવથા નિર્દોષના વિચારાની ગવેષણા કરજો અને જો તેવા વિચારો મળી જાય તે પેાતાના અને પરના વિચારાને કાઢી નાંખીને તેના સારી રીતે સંગ્રહ કરી તેના પ્રચાર માટે સમગ્ર જીવન અણુ કરશો તે તમે પેાતાનું કલ્યાણ કરી શકશો. - ૧૯૧. તમારી માતા, પુત્રી કે એન ઉપર કાઇ કુષ્ટિ કરે તા તમને કેટલું દુઃખ થાય છે ? અને તમે ક્રોધમાં આવી જઇને તેને નીચ, દુલ્હન ગણીને તેના પ્રાણહરણ કરવા તૈયાર થઈ જાએ છે. તેા પછી તમે ખીજાની માતા, સ્ત્રી, પુત્રી કે એન ઉપર કુદૃષ્ટિ કરતાં વિચાર કરજો કે આનું પરિણામ શું આવશે અને હું જગતમાં કેવા ગણાઈશ. ૧૯૨, ધમ સિવાય બીજા કોઈ પણ પ્રકારના દંભ કરી દેહને પાષી તુચ્છ સ્વાર્થ સાધનારાએ તેા દંભ છેાડી ધના આશ્રય લેવાથી છૂટી શકશે; પશુ ધર્મના દંભ કરી, તુચ્છ જડાત્મક સુખમાં મગ્ન રહી ક્ષુદ્ર સ્વાર્થ સાધનારા મહાન અપરાધી હાવાથી ઘણે કાળે ઘાર કષ્ટો વેઠીને પણ છૂટી · શકવાના નથી; કારણ કે છૂટવાની વસ્તુને આંધવાના કામમાં લીધી છે.

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446