Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 433
________________ : ૪૦૪ : જ્ઞાન પ્રદીપ. જેના માટે તમે અપરાધ કરો છો તે કેટલા કાળ માટે અને આત્મશ્રેય માટે કેટલું ઉપગી છે. ૩૧૫. દરેક કાર્યના પરિણામ ઉપર દષ્ટિપાત કરી વ્યવસાય કરનાર અનિચ્છિત પ્રસંગોમાં સપડાતું નથી, તેમજ મૂંઝવણથી મુકાઈ જઈને ચિંતાને સ્વાધીન થતું નથી અને સુખે જીવન . વ્યતીત કરી સાચી સુખસંપત્તિ મેળવી શકે છે. ૩૧૬. કામ, ક્રોધ, મદ, મેહ, અજ્ઞાન વગેરેને સમૂળગે નાશ કરનાર પ્રભુને નમસ્કાર. * ૩૧૭. નિરંજન-નિરાકાર-નિર્વિકાર-નિર્લેપ-તિસ્વરૂપ મહાપ્રભુને નમસ્કાર. ૩૧૮. કામ-ક્રોધાદિને નિર્બળ બનાવી સ્વ-પરને હિતકારી મનવચનકાયાને વ્યાપાર કરનાર નૈષ્ઠિક બ્રહ્મચારી ભગવાનને નમસ્કાર. - ૩૧૯ અબૂઝને બૂઝવી પ્રભુને સાચે માર્ગ બતાવનાર આત્મજ્ઞાની મહાપુરુષને નમસ્કાર. ૩૨૦. ત્યાગમૂત્તિ, સમભાવી, પરમદયાળુ, ક્ષમા, નમ્રતા, સરળતા, કમળતા આદિ ગુણોના સાગર, કષાયમુક્ત, વિષયવિરત સંતપુરુષને નમસ્કાર. " ૩૨૧. શાન્તિ આપણી અંદર જ છે, માટે બહાર ભટકવાનું છોડી દઈને આત્મામાં જ શેધવા હમેશાં તત્પર રહેવું જોઈએ. - ૩૨૨. સુખને એક જ ઉપાય છે, ત્યાગ. જે જેટલું વધારેમાં વધારે ત્યાગમય જીવન બનાવી શકશે, તે તેટલો જ વધારે સુખી બની શકશે.

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446