________________
સંસારનું મૂળ
: ૩૩૭ : રાગરૂપ ત્રણ રૂપ ધારણ કરીને વિશ્વવાસીઓની વ્યસ્વથા કરે છે.
કામરાગ–ઈચ્છા તથા મદન એમ બે સ્વરૂપવાળે છે. સંસારમાં આત્માઓને જેટલી ઈચ્છાઓ થાય છે તેનું મૂળ કારણ કામરાગ છે. આ ઈચ્છાઓ જે આત્મામાં અધિકાર હોય છે ત્યાં કામરાગની પ્રબળતા હોય છે. મદનરૂપ કામરાગથી જીવાત્માઓને વિષય-અબ્રહ્મની ઈચ્છા થાય છે. મૈથુનની ઈચ્છા ઉત્પન્ન કરનાર મદનરૂપ કામરાગ છે. અને તે ઈચ્છારૂપ કામરાગથી કાંઈક જુદો પડે છે. સર્વથા ભિન્ન નથી. ઈચ્છા તથા મદન બંને કામરાગનાં અંગ છે. કામરાગ સ્વરૂપ છે.
સ્નેહરાગ–માતા, પિતા, પુત્ર, મિત્ર આદિ ઉપર થાય છે. આ રાગ પણ આત્માને પોતાનું હિત કરતાં અટકાવે છે. નેહરાગ પ્રશસ્ત સારે છે તથા અપ્રશસ્ત ખોટો છે એમ બે પ્રકારને હોય છે. પ્રશસ્ત સ્નેહરાગ દેવ, ગુરુ તથા ધર્મ ઉપર હોય છે. પ્રશસ્ત સનેહરાગ આત્મવિકાસમાં સાધનરૂપ બની શકે છે પણ અમુક હદ સુધી જ ઉપયોગી છે. પછી અનધિકારીપણે અહિતકર્તા થઈ પડે છે. ગૌતમને શ્રીવીર ઉપર પ્રશસ્ત રાગ હતા, ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું માટે અમુક હદ પછી પ્રશસ્ત રાગ પણ ઠીક નથી તે પછી અપ્રશસ્ત તે કયાંથી સારો હોઈ શકે? - ત્રીજે દૃષ્ટિરાગ છે કે જેને દશનમેહ કહેવામાં આવે છે. તે ઘણો જ ખોટો છે. આત્માને અનંતકાળથી સંસારમાં રઝળાવનાર દષ્ટિરાગ જ છે. આ દષ્ટિરાગ મિથ્યાત્વને જ કહેવામાં આવે છે. મિથ્યાત્વને વશ થઈને આત્મા સાચાને ખોટું અને બેટને સાચું માને છે. ધમને અધર્મ અને અધમને ધમ મનાવનાર દષ્ટિરાગ જ છે. જીવને ઘણું ય કહેવામાં આવે કે સંસાર પેટે ૨૨