Book Title: Kumarpal Prabandh
Author(s): Maganlal Chunilal Vaidya
Publisher: Maganlal Chunilal Vaidya

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ મૂલ પ્રબંધ ગીર્વાણ અને પ્રાકૃત ભાષામાં પંદરમી સદીના જૈન પંડિત શ્રીજિનમંડનગણિની કલમથી લખાયલે છે. એમની વિદ્વત્તા વિષે અને તે પણ પૂર્વાચાર્ય કૃત ગદ્યપદ્યથી વ્યાપેલા આ ગ્રંથ ઉપરથી મારા જેવાએ વિચાર દર્શાવે એ અનુચિત કહેવાય. તે પણ એમણે કરેલા આ, શ્રાદ્ધગુણ વિવરણ અને ગશાસ્ત્રાવસૂરિ વિગેરે અત્યાર સુધીમાં મળી આવેલા ગ્રંથ ઉપરથી એમના બહુશ્રુતપણા વિષે મને સંશય રહેતું નથી. એ મૂળ પ્રબંધનું ગૂર્જર ભાષાંતર કરવામાં સરકારી પ્રત શિવાય બીજી બે પ્રતેને મેં ઉપગ કર્યો હતો. તેમાંની એક પ્રત આ સમયમાં જગતના પંડિતોને માન્યવર જૈનાચાર્ય શ્રીમદ્ આત્મારામજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રીકાંતિવિજ્યજી મહારાજે અને બીજી વડેદરા મહેતાપોળના તપગચ્છના ઉપાશ્રયના પ્રાચીન સંગ્રહમાંથી યતિ શ્રીચંદ્રવિજયજી એમણે આપવાની કૃપા કરી હતી. તે બંને પ્રતે લગભગ ગ્રંથ રચનાના સમયમાં જ લખાયેલી છે. તેમાં મેહેતાળના ઉપાશ્રયના પ્રાચીન સંગ્રહમાંની પ્રત તે બીજી પ્રતમાં નહીં એવી કેટલીક ઉપયુક્ત માહિતી આપે છે. ભાષાંતરમાં બને ત્યાં સુધી મૂળને અનુસરવાને યથામતિ પ્રયત્ન કર્યો છે. તે પણ વિષયને જલદીથી ખ્યાલ આવે તેટલા કારણસર જૂદા જૂદા ભાગે કલ્પતાં ગ્રંથની સત્યતા અને ખુબી ન બગાડવા દેતાં જૂજ. ફેરફાર ન ચાલે થયે છે તે મારે જણાવવું જોઈએ. કઠિન અને ઘણા ખરા પારિભાષિક શબ્દોની જે તે સ્થળે ટીપ આપી કેટલાક પારિભાષિક શબ્દને કેાષ જોડવામાં આવ્યું છે. હવે મને પ્રતે આપનાર સાહેબને અને ભાષાંતર સંબંધ સૂચના આપનાર મારા ગુરુ મહારાજ અને ઈષ્ટ મિત્રોને ઉપકાર સ્વીકારી આ મારા પ્રથમ લધુ પ્રયાસનું પરિણામ વાંચક વર્ગ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 325