Book Title: Kumarpal Prabandh Author(s): Maganlal Chunilal Vaidya Publisher: Maganlal Chunilal Vaidya View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). શ્રી હેમચંદ્ર ઘાશ્રય મહાકાવ્યમાં તેનું કીર્તન ક્યું છે, શ્રીમતિલકસૂરીએ કુમારપાળ પ્રતિબોધચરિત્રમાં તેના ગુણ ગાયા છે, શ્રીમેરૂતુંગાચાર્યે પ્રબંધચિંતામણિમાં તેને અધિકાર આપે છે અને ખંભાતના શ્રાવક કષભદાસે તેને રાસ રચે છે. આ સર્વ ગ્રંથ ઈતિહાસ સંબંધે કંઈ ને કંઈ નવીન પ્રકાશ પાડે તેવા હેવાથી પ્રસિદ્ધિને પાત્ર છે. - કુમારપાળ પ્રબંધમાંથી ગૂર્જર દેશના ઇતિહાસને ઘણે ભાગે - આપણને સમજવા સરખે છે. એમાં અણહિલ્લપુર (પાટણ) ની થાપનાથી કુમારપાળના રાજ્યના અંત સુધી પૃથ્વીનું રક્ષણ કરવામાં અગ્રેસર ગણાતા નામાંકિત ૩૬ ક્ષત્રિય કુલ પિકી ચાવડાદિ કુલેની સંક્ષિપ્ત માહિતી આપેલી છે. સિદ્ધરાજ જયસિંહને બંગાલામાં આવેલા મહેબકપુર (મહોત્સવપુર) ના રાજા મદનવર્મ સાથે સમાગમ થયાનું આજ પ્રબંધમાં જોવામાં આવે છે, જે બીના જનરલ કનિંગહામ કૃત હિંદુસ્તાનની પ્રાચીન ભૂગોલમની. હકીકતને પુષ્ટિ આપે છે. તેમજ જુદા જુદા દેશના રાજાઓની સાથે યુદ્ધ કરી દેશ સર કરવા, વિદ્યાકલાકેશલ્યાદિને ઉત્તેજન આપવું, નીતિ અને દયા ધર્મને પ્રસાર કરી હિંસાદિ દુષ્ટ કાર્યો બંધ પાડવાં, શ્રીસંમેશ્વર અને શ્રીશત્રુ જ્યાદિ તીર્થના જીર્ણોદ્ધાર કરવા અને શ્રાવકનાં બાર વ્રત લેવા ઈત્યાદિ નાનાપ્રકારના વિષયેનું મને રમ વિવેચન આ ગ્રંથમાં આપેલું છે. એટલું જ નહીં પણ તે કાળમાં વિદ્યાકળા કેટલી ઉજજવલ સ્થિતિને પામેલી હતી અને રાજ્યભવાદિ દેશસ્થિતિ કેવા પ્રકારની હતી ઇત્યાદિ બાબતનું, આ પ્રબંધ ઉપરથી સહજ જ્ઞાન થાય છે. વધારે શું? પણ તે સમયની રાજકીય, ધાર્મિક અને સામાજીક સ્થિતિનું આ પ્રબંધ એક ઉત્તમ ચિત્ર છે અને તે વાંચતાં આપણે જાણે તેજ ભાગ્યશાળી સમયમાં છીએ કે શું? એવો ભાસ થવા જાય છે. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 325