________________ 11 ખરડાયેલ એવા આત્માને વિશુદ્ધિને-મુક્તિને માર્ગ દેખાડીને આત્મવિકાસ (Soul Evolution theory) ને પંથ બતાવ્યું. આત્મા વિકાસ સાધી પિતાનું અંતિમ ધ્યેયમેક્ષ સાથે એ જ લક્ષ આ કર્મસિદ્ધાન્ત સમજાવે છે. કર્મતણી ગતિ ન્યારી. ને પ્રાદુર્ભાવ– ભયંકર કપરા કલિકાળના પાંચમા આરામાં સમય ખૂબ બદલાઈ ગયા છે. જગતમાં સર્વત્ર હિંસા-જૂઠ-ચેરી, કલેશ-કષાય, વિષય-કષાયનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, પરમાત્માનું સ્થાન પૈસાએ લઈ લીધું છે. પૈસે માનવને લાસ્થાન બની ગયો છે, સર્વસ્વ બની ગયો છે. જોકે પાપથી અચકાતા નથી. પાપને ભય અને ભવને ભય ઓછો થઈ ગયો છે... ચાતુર્માસ માટે મુંબઈથી સુરત તરફ મારું પ્રયાણ થયું. માર્ગમાં કઈ દિવ્ય દૈવી સંકેતની જેમ “ક” તણું ગતિ ન્યારી " આ જ શબ્દો 2-4 વાર સ્મૃતિપટલ ઉપર આવ્યા, અને અને મનમાં નિર્ણય કર્યો, “કમ તણી ગતિ ન્યારી...”ને જ કેન્દ્રસ્થાને મૂળભૂત વિષય બનાવીને પરિધિ ઉપર ચાલવું અને ચાતુર્માસિક રવિવારીય સચિત્ર જાહેર વ્યાખ્યાનમાળા આ વિષય ઉપર યોજાઈ. વીતરાગ શાસનના કર્મવિજ્ઞાનના સાચા સચોટ સિદ્ધાન્ત સમજાવવા યથાશક્ય પ્રયત્ન કર્યો. જેથી સર્વ આત્માને પાપને આંચકો લાગે આત્મ-પ્રદેશમાં ખરેખર ધરતીકંપ થાય...આંદોલન જાગે, જેથી આત્મા પાપભીરુ બને, ભવભીરૂ બને..અને પાપને મા છેડે, ભવ–પરંપરા ઓછી કરે.. સંસાર પરિમિત કરીને વહેલે આત્મકલ્યાણ સાધે. सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं / उभयं पि जाणइ सोच्चा, जं सेयं तं समायरे // –કલ્યાણને માર્ગ પણ જાણી લેજો, અને પાપને માર્ગ પણ જાણી લેજે; અને માર્ગો સારી રીતે જાણી લીધા પછી જે શ્રેયસ્કર હોય તેને આચરજો.