________________ છે, આપણે ધારીએ એવું ઘડી શકીએ છીએ. સુખી થવું હોય તે સારી દાન-પુણ્યની પ્રવૃત્તિ કરીને શુભકર્મ બાંધીને સારું ભાગ્ય ઘડે, અથવા દુઃખી થવું હોય તે હિંસા-જૂઠ-ચેરી, દુરાચાર, વ્યાભિચાર આદિ ખરાબ પ્રવૃત્તિ કરીને ખરાબ ભાવિ ઘડીએ અને પરિણામે દુઃખી થઈએ. પણ સંસારમાં દુઃખ કોઈને ગમતું નથી, સહુને સુખ જ જોઈએ છે, સુખી થવું છે; છતાં આશ્ચર્ય તે એ વાતનું છે કે જે પ્રવૃત્તિ તે ખરાબ પાપની કરે છે અને છતાં સુખી થવાની આશા રાખવી ખરેખર એ નરી મૂર્ખતા જ છે. કેરી વાવશો તે કેરી ખાવા મળશે, અને કાંટા વાવશે તે કાંટો. પણુ કાંટા વાવીને કેરી મેળવવાની આશા કયાંથી રખાય? કર્મસત્તાને આ સિદ્ધાન્ત એક દિવસ વૈજ્ઞાનિકને સમજાશે કે-જે શસ્ત્ર આપણે બીજા સામે છોડીએ છીએ તે સામેવાળાને તે વાગશે અથવા નહીં પણ વાગે પરંતુ જે વૃત્તિથી છેડાયું છે તે પાછું આવીને છોડનારને જ ઘાયલ કરશે. ગોશાલાએ છોડેલી તેજેલેણ્યા શાલાને જ ભરખી ગઈ. શાસ્ત્રમાં એવા કથાનકો આવે છે કે “અરે! તારા હાથ કપાઈ ગયા હતા” એમ માએ કહ્યું ત્યારે પુત્રે કહ્યું, “અરે! તને શું કેઈએ શૂળીએ ચઢાવી હતી ?" બસ, એવી શ્યામાં આ શબ્દો બેલાઈ તે ગયા... પરંતુ જ્યારે આગામી ભવે એ કર્મ ઉદયમાં આવ્યું ત્યારે બીજાને બેલેલું પિતાને ભેગવવું પડ્યું. જેને આપણે The law of action and Reaction" કહીએ છીએ તે જ આ કર્મસિદ્ધાન્ત છે. માટે જ્ઞાનીઓ કહે છે કે સુખ જોઈતું હોય તે પહેલાં બીજાને આપે. દુઃખ ટાળવું હોય તે પહેલાં બીજાનું ટાળે.. અધ્યાત્મની નિશાળમાં કર્મસિદ્ધાન્તને આ પાઠ આપણે શીખીએ અને આચરીએ તે અવશ્ય સુખી થઈએ, આપણે તે શું, આખો સંસાર સુખી થઈ જાય; કોઈ દુઃખી જ ન રહે. પરંતુ કમનશીબી એ છે કે આ સિદ્ધાન્ત આજે ઊંધો ચાલે છે.