________________ લાઈફ રીડીંઝ”માં એડગર કેસીએ લેકના પૂર્વજન્મના વિચાર વર્તન અને વ્યવહારના આધારે જે આગાહીઓ કરી છે તે ખરેખર સાચી પૂરવાર થઈ છે. એટલે કેસીને વધારે શ્રદ્ધા તે એ વાતની થઈ છે કે પૂર્વજન્મમાં આચરેલ પ્રવૃત્તિ આ જન્મના પરિણામેનું પ્રબલ કારણ છે. (અર્થાત કર્મસત્તા) આવા વિચારોથી પશ્ચિમનું જગત કર્મના સચોટ અને સાચા સિદ્ધાન્તને માનવા આકર્ષાયું છે. પરા મનોવિજ્ઞાન (Pera psychology) ના અનેક પ્રયોગોએ વિદેશમાં કર્મ અને પુનર્જન્મમાં વિશ્વાસ કરાવવાનું પુલ બાંધ્યું છે. - જેમ તિષશાસ્ત્ર એ માત્ર કોઈ એક ધર્મ કે પંથનું નથી... તેમ કર્મશાસ્ત્ર માત્ર જેનેનું જ છે એમ નથી. હકીક્તમાં તે સર્વ જીવમાત્રને લાગુ પડે છે, પરંતુ બીજા સર્વ દર્શન કરતાં આટલા ઊંડાણથી અને અતિ સૂક્ષ્મતાથી જે કોઈએ ગહન વિચાર કર્યો હોય તો તે એક માત્ર જૈનધર્મે જ કર્યો છે. કર્મસિદ્ધાન્ત તે જ્યોતિષશાસ્ત્રની જેમ સર્ચલાઈટ ફેંકીને જીવોને સાવધાન કરે છે. ભાવિમાં નરકગતિ, દુઃખ વગેરે દેખાડીને ચેતવે છે કે ભયંકર પાપકર્મોથી બચો. પાપ કરશે તે દુઃખી થશે, અને ધર્મ કરશે તે સુખી થશે. કર્મશાસ્ત્ર જોતિષશાસ્ત્ર કરતાં પણ વધારે સચોટ છે, સાચું છે, અને વિશ્વસનીય છે. અફર નિયમવાળું છે, માટે જ્ઞાનીઓ કહે છે કે–દેવ-ગુરુ-ધર્મ ઉપર જેવી શ્રદ્ધા રાખે છે તેવી જ કર્મસિદ્ધાન્ત ઉપર પણ રાખે, કારણ કે આ કર્મસિદ્ધાન્ત પણ સર્વસ એવા અનંત જ્ઞાનીઓએ જ પ્રરૂપેલે છે. કર્મને ન્યાય એ સાચે ન્યાય હોય છે. કર્મ કયારે ય કેઈને પણ અન્યાય કરતું જ નથી. કર્મના સિદ્ધાન્તમાં ભેળસેળ-કે લાંચરૂશ્વત અંશમાત્ર પણ ચાલતી જ નથી. સાફ ઈન્સાફ આ કર્મસિદ્ધાન્ત આપે છે. કર્મ બંધ નહીં, પણ હવે કર્મક્ષય... કર્મ વિજ્ઞાને આત્માને ઓળખાવે, સંસાર ઓળખાવ્ય, ક્ષયના અંતે મક્ષ બતાવ્ય, આત્માનું શુદ્ધ-અશુદ્ધ સ્વરૂપ સમજાવ્યું, કમથી લેપાયેલ