________________ આવું શ્રાવક નહિ વિચારે તો બીજો કોણ વિચારશે ? જેને વીતરાગ ભગવાન સર્વ ઉપાધિથી રહિત છે માટે વહાલા છે, એણે તો ઉપાધિને કમમાં કમ અળખામણી તો કરવી જ પડશે. સંસાર બધો ઉપાધિ ઉપર જ નભ્યો આવ્યો છે. ઉપાધિ ઉપર જ આધિ અને વ્યાધિના તાપ છે. આમાંથી છૂટવા ઇચ્છનારો ઉપાધિમાં શા હરખ અનુભવે ? શા ગર્વ લે ? કુલટા નારીના પતિ હોવાનો ગર્વ ધરવા જેવો ઉપાધિની માલિકીનો ગર્વ છે. ઉપાધિના નગ્ન સ્વરૂપને સમજનારો સારા પૈસા-પરિવાર કે સારી કાયા-કીર્તિ મળવા ઉપર ન ગર્વ કરે કે ન હરખાઈ જાય. એ તો સમજે કે “આ બધી ઉપાધિ છે, તાપની ભઠ્ઠી છે, જીવને પરમાત્માથી છેટે રાખનારી છે. એમાં આત્માની સમૃદ્ધિનું લિલામ છે.” આપણી વાત આ ચાલે છે કે આધિ-વ્યાધિ-ઉપાધિના તાપ મિટાવવા કોઈ સમર્થ હોય તો તે ભગવાન જિનેશ્વરદેવોએ ઉપદેશેલી સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપી રત્નત્રયી છે. એની વિચારણા કરવા માટે પહેલાં એ વિચારીએ છીએ કે આધિ-વ્યાધિ-ઉપાધિ જીવને કેવા કેવા તાપ આપે છે, ને સંસાર આનાથી કેવો ભર્યોભર્યો છે. આધિ-ઉપાધિને જો સુખરૂપ નહિ પણ તાપરૂપ સમજો, તો તો પછી આગળનું કામ સરળ બને એવું છે. આગળનું એટલે સમજ્યા ને ? દર્શન-જ્ઞાન ચારિત્રને જીવનમાં મહેકાવવાનું. માટે પહેલું આ કરો કે દષ્ટિ નિર્મળ થઈ આધિ-વ્યાધિઉપાધિને હિમ નહિ, ભઠ્ઠી દેખો. સારી માનેલી ઉપાધિ કેવી સંતાપે છે એના પર શાસ્ત્રનું એક દૃષ્ટાંત જુઓ. ચન્દ્ર અને મંત્રીનું દૃષ્ટાંત : એક નગરમાં ચન્દ્ર નામનો એક શ્રેષ્ઠિપુત્ર રહેતો હતો. એના ઉપાધિ થી સમાધિ તરફ