________________ સારું આવ્યું, એ વખતે પરિગ્રહ-પરિમાણ વ્રત કહે છે : ‘તારે એ વિચાર પણ ન થાય કે સારું થયું. પરિગ્રહને પાપ સમજયો છે, ત્યારે તો પરિમાણ રાખ્યું છે.' પરિમાણ પાપનું હોય, ધર્મનું નહિ કે આથી વધુ ન કરવો. દાનશીલ તપ-ભાવ એ ધર્મમાં પરિમાણ નથી કહ્યું, ‘વધારે દાન નહિ દઉં, આટલું જ દેવું, તપમાં એક જ ઉપવાસ કરવાનો, વધારે નહિ? શું એમ કહ્યું ? ના. પરિગ્રહમાં કહ્યું. પરિગ્રહનું પ્રમાણ રાખવું એ નિષ્પરિગ્રહપણામાં પહોંચવા માટે છે. પરિગ્રહ એ આત્માની પૂંઠે પડેલી બલા છે, ડાકણ વળગી છે ડાકણ ! ડાકણ લોહી ચૂસી જાય! પરિગ્રહ એ આત્માનું ભાવ લોહી ચૂસી જાય છે. આરંભ-વિષય પરિગ્રહના મૂલ્ય જેટલા પ્રમાણમાં વધારે તેટલા પ્રમાણમાં દાન, શીલ, તપ ભાવનું મૂલ્ય ઘટવાનું. એ ઘટે તો આ વધે. મિથ્યાત્વનું જોર : બીજા પાપો કરતાં પરિગ્રહનું પાપ એક દષ્ટિએ વિશેષ છે. એક આત્મા હિંસામાં રક્ત હોય, કોઈ જૂઠમાં રક્ત હોય, ચોરીમાં રક્ત હોય, અબ્રહ્મમાં રક્ત હોય, એ આત્મા કંગાલ જરૂર છે, પણ સાથે સાથે સમજવાનું કે એટલી અધમ કોટિના વિચારનો તે ન હોય કે જેટલો અધમ વિચારવાળો જેના હૃદયમાં પરિગ્રહ વસી ગયો હોય, તે હોય. સમરાઈથ્ય કહાની શરૂઆતમાં કહ્યું છે, અર્થ તથા કામ બે ય અધર્મ, પણ તેમાં ય કામ કરતાં અર્થ વધારે અધર્મ છે. અર્થની લગની કામની લગની કરતાં ભૂંડી છે. કેમકે કામની વાસનામાં તેટલા ક્રૂર પરિણામ અને કાળી લેશ્યા નથી જેટલી અર્થની લાલસામાં છે. અર્થ એ લોભનો બાપ છે અને લોભ પાપનો બાપ છે : અઢાર પાપ સ્થાનકમાં અઢારમું મિથ્યાત્વશલ્ય મહાન છે. એક અઢારમું હોય તો સત્તર વાપસ્થાનકો ખતરનાક છે, પણ જો મિથ્યાત્વશલ્ય ન હોય તો આત્મા એટલો સંસારમાં રૂલે નહિ. 42 ઉપાધિ થી સમાધિ તરફ