________________ વિચાર નથી કે “આમની મારા પ્રત્યે કેટકેટલી લાગણી છે ! એ કેટકેટલું મારી પાછળ સહન કરે છે ! કેવો ભારે શ્રમ ઉઠાવે છે ! તો એ લાભ અને ઉપકાર પાછળ મારે કોઈક અવસરે થોડા કઠીન શબ્દ સહી લેવા, થોડી અગવડ વેઠી લેવી, એ તો કોઈ મોટી વાત નથી, કોઈ મોટું પરાક્રમ નથી. ક્યાં એમના સ્નેહ અને શ્રમદાન ! ને ક્યાં આ સહવાનું ! એ તો સહવું જ જોઈએ. ઉપરાંતમાં મારે ભોગ પણ દેવો જોઈએ.' આવો વિચાર નથી માટે ખોટા રોફ અને રોષમાં ઘસડાઈ જવાય છે, ક્લેશ કંકાસ મંડાય છે, સામાને નિરાશા અને હૃદયભંગ કરાય છે. દેવ-ગુરુધર્મની પાછળ પણ આવું જ બને છે. એમના ઉપકારની અમાપ કિંમત વિચારાતી નથી, કદર કરાતી નથી, તેથી જિનની આજ્ઞા ઉઠાવવી ભારે પડે છે, ગુરુની હિતશિક્ષા કે કડકાઈ કડવી લાગે છે, ધર્મના કષ્ટ ગમતા નથી, એમને માટે ભોગ આપવાની ઉર્મિઓ નથી ઉછળતી. નહિતર મનને શું એમ ન થાય કે ક્યાં એમના અનંત ઉપકાર અને ક્યાં આ કષ્ટ ! પત્નીના રૂદનનું નિવારણ : મુનિ કહે છે, મારા મંત્રીપણા વખતની એ પત્નીના કહેવાનો ભાવ હું સમજી ગયો. તરત જ એને સાંત્વન આપવા મેં કહ્યું, “મારા પર તારે શંકા કરવાની જરૂર નથી. લે હું આજથી પ્રતિજ્ઞા કરું છું કે આ જીવન પર્યત તારા સિવાય બીજી કોઈ પણ સ્ત્રીનો મારે ત્યાગ છે.” | મારી આ પ્રતિજ્ઞાથી એના મુખ ઉપર આનંદની ઉર્મિ છવાઈ ગઈ. તે પછી તો અન્યોન્યનો પ્રેમ બહુ વધ્યો. પરંતુ એનું એક ખતરનાક પરિણામ જે આવ્યું તે જાણતાં તને થશે કે તારું દુ:ખ તે શા વિસાતમાં છે ? બન્યું એવું કે કેટલાક વિઘ્નસંતોષીઓને અમારી આ પ્રેમની વસ્તુ પર કારસ્તાન કરવાનું મળ્યું. ‘ચન્દ્ર ! તને લાગ્યું હશે કે મેં આ પ્રતિજ્ઞા કરી અને બંનેનો ઉપાધિ થી સમાધિ તરફ