Book Title: Upadhithi Samadhi Taraf
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 137
________________ આરાધના વિકસાવવી જોઈએ. મંત્રી પાસે રાજા : મુનિ શ્રેષ્ઠિપુત્ર ચન્દ્રને કરી રહ્યા છે કે “હે ચન્દ્ર ! રાજા સમજી લે છે કે આ મંત્રીને પત્નીના મૃત્યુની ખબર તો પડવાની જ, તે વખતે વળી પાછી એના મોતની પાતકી વાત ન બની જાય એ માટે એ ઉઠીને મારા તંબૂમાં આવે છે. રાજાને કોઈ કાર્ય હોય તો મને બોલાવી લે, એને બદલે પોતે ઉઠીને મારી પાસે આવ્યો એથી હું સહસા ઊભો થઈ ગયો. ' કહ્યું “મહારાજ ! કાં આ તકલીફ લીધી ? મને જ આપની પાસે બોલાવી લેવાનો હુકમ કરવો હતો ને ?" રાજા કહે છે, “એક અગત્યની વાત કરવી છે, પણ તમે કબૂલાત આપો કે એ સાંભળીને હું આપઘાત નહિ કરું.” હું વિચારમાં પડ્યો. પત્ની મર્યાની તો કલ્પના જ શાની હોય ? ત્યારે, બીજું કાંઈ હશે તો ચિંતા નહિ, એમ માનીને મેં કબૂલાત આપી. પછી રાજાએ મને નિખાલસ દિલે પોતાને થયેલ કૌતુક અને કરેલી પરીક્ષા-વિધિ વગેરે, તે ઠેઠ સરસ્વતી મૃત્યુ પામી ત્યાં સુધીની બધી વિગત કહી. “હે ચન્દ્ર ! ભલે ને કોઈ રોતા હૃદયે નિખાલસતાથી વાત કરે, પરંતુ જેને સર્વસ્વ નાશ પામ્યા જેવું લાગે છે, એને એથી થોડું જ આશ્વાસન મળે છે ? મરતા પતિને રોતી-કકળતી કહેતી હોય કે હાય ! નાથ, મેં અજ્ઞાનતાથી તમારી સેવા-સંભાળ ન કરી, તે આ રોગ વધી ગયો ! હું કેવી પથ્થર ! કેવી પાપિણી ડાકણ !' પરંતુ પતિને તેથી શું ? શું એથી કાંઈ નિરાંત વળે જ્યાં મોત ડોકિયા કરતું હોય, જ્યાં રોગની ભયંકર વેદનાઓ હોય ? “હે ચન્દ્ર ! એમજ આત્માને જ્યારે માનવતાનો ઉત્તમ જન્મારો ખોઈ નાખ્યા નો, ઉપાધિ થી સમાધિ તરફ 1 29

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156