________________ કહે છે, “ભાઈ જો, આ અપશુકન થાય છે, માટે આ વાત રહેવા દે.' પણ માનવું છે કોને ? આધિ અને ચડસના હઠાગ્રહ ભારે ! ચાલવા જાય છે ત્યાં બહારનો શબ્દ સંભળાયો કે “શું ધૂળ સારું છે ?" જરા આગળ ચાલ્યો કે ઉમરામાં ઠેસ વાગી. પાછું ત્યાં સ્નેહીઓએ અપશુકન થયાનો ખ્યાલ આપ્યો. પરંતુ એની એ પરવા નથી કરતો. ઘરની બહાર નીકળતાં બિલાડી આડી ઉતરી, તો ય આગળ ચાલ્યો. સામેથી વિધવા બાઈ, રાખોડી ચોળેલો ચિપિયાવાળો બાવો, ગધેડું, વગેરે અપશુકન સામા આવતા મળ્યાં. વળાવા આવેલા સ્વજનો કહે છે, ભાઈ ! આવા અપશુકનમાં જવાનું પરિણામ સારું નહિ.' આ કહે છે, “અપશુકન શું કરતા હતા ? કર્મમાં લખ્યું હશે તે બન્યા વિના રહેવાનું છે ? શું અપશુકનથી ખરાબ થશે ?' “અપશુકનથી ખરાબ બને એમ નહિ, પણ અપશુકન ખરાબ કર્મ ઉદયમાં આવવાની આગાહી કરે છે. માટે ચેતી જવું જોઈએ.' પણ આપણાં કર્મ ખરાબ હશે તો તો અહીં બેઠા પણ એનો ભાવ ભજવશે; ને ખરી વાત તો એ છે કે પુરુષાર્થ આગળ કર્મ રાંકડા છે.' વિચારજો ચન્દ્રના કુતર્ક અને બિઠ્ઠાઈ પાછળ ચડસ કેવું કામ કરી રહ્યો છે ! એ એને એટલું વિચારવા નથી દેતો કે જીવનમાં એવી કેટલીય બાબતો બને છે કે જો સાવચેતી રાખીએ તો નુકસાનથી બચીએ છીએ, અને ન રાખીએ તો નુકસાનમાં ઉતરવું પડે છે, અશુભ કર્મના ઉદયના ભોગ બનવું પડે છે. શરીરની પ્રકૃતિથી વિરુદ્ધ એવી વસ્તુ ખાઓ કે વધારે પડતું ખાઈ નાખો, તો અશાતા ઉદયમાં આવે છે. થોડા પગારમાં પતશે એમ માની અપ્રામાણિક નોકર રાખ્યો તો ધોખામાં ઉતરવું પડે છે. ઉપાધિ થી સમાધિ તરફ