________________ જેમ નકલો ચાલે છે, તેમ મહાકિંમતી ધર્મનામની ચીજની નકલો ચાલે છે. એમાં અશુદ્ધ ધર્મ ન પકડાઈ જાય, એનામાં સંસારનો અંત કરવાની શક્તિના વિશ્વાસે ન રહેવાય, એ માટે શુદ્ધ ધર્મ લીધો. ધ્યાનમાં રાખજો કોઈ ધર્મની નિંદા નથી કરવાની, પરંતુ અશુદ્ધ ધર્મ અને શુદ્ધ ધર્મ વચ્ચે વિવેક જરૂર કરવાનો છે. કેમ કે એક ધર્મ સંસારનો અંત કરનાર નહિ અને બીજો ખરો, એ સમજવું જોઈએ. જગતમાં પણ એક સાચું સોનું અને બીજું કથીર, એમ ભેદ પાડીએ તે શું કથીરની નિંદા કરીએ છીએ ? એક સમજદાર ઘોડું અને બીજું અબુઝ ગધેડું, એમ ઓળખ કરીએ, ત્યાં શું ગધેડાની નિંદા છે ? ના, હરગીઝ નહિ, તો પછી એક શુદ્ધ ધર્મ અને બીજો અશુદ્ધ ધર્મ, એ રીતે ધર્મનાં લક્ષણ જોઈને વિવેક કરીએ એમાં અશુદ્ધ ધર્મની નિંદા નથી. એવું જ અશુદ્ધ દેવ-ગુરુ બાબતમાં પણ ઓળખ માત્ર છે, નિન્દા નથી. જો આટલી ય ઓળખ કરવાની ન હોય, વિવેક કરવાનો ન હોય, તો દુનિયામાં જે હિંસાના ધર્મ ચાલ્યા, વ્યભિચારના ધર્મ ચાલ્યા, એને પણ નિન્દાના ભયથી અશુદ્ધ નહિ કહી શકાય. એટલે કે એને ય આદેય અને મોક્ષસાધન તરીકે માનવા પડશે ! પણ હૃદય તેમ માનવા ના પાડે છે. શુદ્ધ ધર્મ કયો? : દુઃખાનુબંધી સંસારનો ઉચ્છેદ શુદ્ધ ધર્મથી થાય. એનો ભાવ એ છે કે અશુદ્ધ ધર્મથી સંસારનો ઉચ્છેદ ન જ થઈ શકે. ત્યારે, પ્ર- આ આવીને ઊભો રહે છે કે શુદ્ધ ધર્મ કોને કહેવો ? ઉ.- જૈન દર્શનનો એ છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ શુદ્ધ ધર્મ છે. ધર્મના આમ બે વિભાગ આવે છે; એક શ્રત ધર્મ અને બીજો ચારિત્ર ધર્મ. એમાં શ્રત ધર્મ તરીકે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન આવવાના અને ચારિત્ર ધર્મ તો સમ્યક ચારિત્ર છે જ, અહિંસા, સંયમ ઉપાધિ થી સમાધિ તરફ 103