________________ સંયમ અને તપની સાધના નહિ કરીને પૂર્વના અસંખ્ય કર્મના વિપુલ ભાર એમજ રાખ્યાનો, ઉપરાંત અઢાર પાપસ્થાનકની આચરણા કરી પાપના ગંજ વધાર્યાનો, તેમજ ક્રોધાદિ કષાય, ઇન્દ્રિયલપટતા, વગેરે દુર્ગુણો દઢ કર્યાનો, ભારે ખેદ અનુભવાતો હોય, તે વખતે સ્નેહીઓનાં રોતાં દિલનાં ગમે તેવા સવાલા પણ શું કામ લાગે? મંત્રી કબૂલાત માગે છે : મહાનુભાવ ! મને તો પત્નીના અકાળ અને આવી રીતે થયેલ મૃત્યુથી ખેદનો પાર ન રહ્યો ! રાજાને મેં કહ્યું કે આવી વસ્તુસ્થિતિમાં હું જીવી જ કેમ શકું ? છતાં હા, કબૂલાત આપી છે, એટલે શું થાય ? આ તો મારે તો મરાય પણ નહિ ને સહેવાય પણ નહિ, એવું થયું છે. પરંતુ હવે તમે કબૂલાત આપો કે મને ફરી લગ્ન કરવાનું મુદ્દલ નહિ કહો.” આ કબૂલાત લેવાનું કારણ તું સમજી ગયો હોઈશ. પત્નીને વચન આપ્યું હતું. રાજાએ કરેલી મહાન ભૂલના પ્રતાપે એનાથી બીજું બોલાય એવું નહોતું એટલે એણે મને કબૂલાત આપવી પડી. મંત્રી ઘેર : ધારણા ધૂળમાં : “પછી તો હું એકદમ સીધો ઘેર પહોંચ્યો. મનને એમ કે છેલ્લું છેલ્લે એનું મુખ જોઈ લઉં પણ ત્યાં ગયો તો મેં શું જોયું ? હે ચન્દ્ર ! વિધિની ગતિ વિચિત્ર છે. માણસ આવેશ અને આતુરતાથી કોઈ કાર્ય કરવા દોડતો જાય, પણ રૂઠેલા કર્મ ધાર્યું શાનું થવા દે ? બને છે ને આ જગતમાં, કે ચોક્કસ ધારણા કરીને દોડનારા અને ભારે પરિશ્રમ કરનારાની ધારણા ધૂળ ભેગી થઈ ગઈ ? છતાં માણસ ઇચ્છાઓ કર્યું જાય છે, એની સિદ્ધિ પાછળ કઈ પાપો અને દુર્ગુણો આચર્યે જાય છે ! નવા નવા તરંગો અને નવી નવી ધારણાઓ ધર્યું જાય છે ! માખીઓએ લાંબા પરિશ્રમથી ઊભા કરેલા મધપૂડાની અંતે દશા શી ? કરોળિયાએ ભારે પરિશ્રમથી બાંધેલા જાળાના ઝાડુવાળાનું ઝાડું ફરતાં કઈ અવસ્થા ? એમ મનુષ્યની ધારણા સફળ થાય તો ય 1 30 ઉપાધિ થી સમાધિ તરફ