________________ એમાંથી કેઈ અનર્થો અને કેઈ અસદ્ આચરણો ઊભા થાય છે. હે ચન્દ્ર ! આવા સમજદાર અને સશક્ત માનવરૂપી મહાપ્રાણી બન્યા પછી શા માટે એટલા બધા લહેવાઈ જવું જોઈએ ? પણ જો જે કે ઉપાધિ ચીજ જ એવી છે કે સામાન્ય જીવને સહેજે સહેજે પોતાના તરફ નિર્વિચાર આકર્ષણ, આંધળો રાગ, અને પલટો પામતો કરી દે છે, માટે ઉપાધિથી જેટલા આઘા રહ્યા તેટલું એ આકર્ષણ, એ રાગ અને એ લહેવામણથી બચાશે. નહિતર તો સમજજે કે ઉપાધિ આ રાગાદિ આધિના ભારે તોફાન જગાવી કેઈ દુઃખ-સંતાપની આગ સળગાવે છે. મંત્રીને તેડાવે છે : રાજા તો લશ્કર લઈને બહાર ગયા પછી એણે એક માણસ મોકલીને મને કહેવડાવ્યું કે “લડાઈ અંગે તમારી ખાસ જરૂર છે માટે તરત આવી જાઓ.” હવે ? રાજાનો હુકમ એટલે બીજો વિચાર કરવાનો નહિ. તેથી હું પત્ની સરસ્વતીને આશ્વાસન દઈ રાજા પાસે પહોંચી ગયો. રાજાએ બધો દેખાવ એવો રાખ્યો હતો કે મને કોઈ વહેમ પડ્યો નહિ. બે ચાર દિવસ એમજ પસાર થયા પછી રાજાએ મારાથી ગુપ્તપણે એક ખાસ માણસ મારી પત્ની પાસે મોકલ્યો.” મંત્રીના મરણના ખબર ? એણે જઈને ઉદાસ ચહેરે એને કહ્યું કે “મંત્રી લડાઈ બહુ બહાદુરીથી લડ્યા પરંતુ દુશ્મનનો સીધો ઘા લાગવાથી મરી ગયા !" “માણસ કહેવા જનારો આ તૂત જાણતો હતો. એને જોયું હતું કે હવે મારી પત્ની શું કરે છે. પણ મારા પર અથાગ પ્રેમભરી પત્ની પતિના એકાએક મૃત્યુ અને તેય પોતાની ગેરહાજરીમાં થયેલા મૃત્યુના સમાચાર સાંભળીને ક્યાં ઊભી રહે ?' “હે ચન્દ્ર ! જગતમાં બીજી કષ્ટ-તકલીફ સહવી હજી સહેલી છે, પરંતુ જ્યાં અથાગ પ્રેમ છે એના વિયોગના અને તેય કાયમી વિયોગના 90 ઉપાધિ થી સમાધિ તરફ