________________ ક્રોધની પાછળ કેટલું ભોગવ્યું ? અહીં પણ અનર્થ ઓછા છે ? આપણા ક્રોધની પાછળ સામાના મન બગડી ગયા પછી એ આપણી વિરુદ્ધ પણ વર્તવા સંભવ છે, ને તેથી આપણે નુકસાન આપત્તિના ભોગ બનવું પડે છે. ક્રોધ કરનારને પોતાને પણ એની શારીરિક યંત્ર પર અસર પડે છે ને વિચિત્ર રોગો જન્મે છે, એમ આજના વિચારકો અને શોધકો પણ કહે છે. રોગ થયો એટલે એની પાછળ પૈસાના આંધણ, પીડાના કલેશ અને કેટલાય કાર્યો સદાવા ઉપરાંત ધર્મસાધવામાં ડખલ, ઇત્યાદિ સહેજે આવી ઊભા છે. ત્યારે ક્રોધિલાની આબરૂ કેવી ? સમાજમાં સ્થાન કેવું ? સારી સલાહ લેવા લાયક કે નેતા થવા તરીકેની લાયકાત કેટલી ? આમ ક્રોધ કષાયરૂપી સંસાર ફળમાં દુઃખ સિવાય બીજું શું સારું દેખાડે છે ? તો અભિમાન કષાય પણ, સામેથી શેરને માથે સવાશેરિયો મળવો જોઈએ. ત્યાં સમજાય કે કેવાં અપમાન, ને કેવી રીબામણ આપે છે ! કદાચ બીજાઓ સહી લે તોય એમના દિલમાંથી અભિમાનીનું સ્થાન ઘટે તો ખરું જ. “હું કાંઈ રાંક કે ભોટ નથી' એવું હુંપદ, હું બરાબર વિચારું-કરું છું. એવી આપમતિ, “મારું તે સારું અને સાચું જ આવો હઠાગ્રહ, આ બધા માન કષાયનાં રૂપકો છે; એની પાછળ જગતમાં ને જાતમાં જોઈ વળો, કેટકેટલા અનર્થો જન્મે છે ? હુંપદ, આપમતિ અને હઠાગ્રહના પરિણામે ભારે નુકસાન થયાની હકીકતોના તો આ જગતમાં મોટા ગ્રન્થો ભરાય ! હુંપદની પાછળ વાતવાતમાં પોતાની જ વડાઈ, ચતુરાઈ અને ચોક્કસતાના ગીત ગાવા તો માંડ્યા, પણ સામાના મગજ પર એની કેવી ઊંધી અસર થાય છે અને એના પરિણામે ઊલટી પોતાની કિંમત કેવી ઘટતી જાય છે એ ક્યાં જોવું છે ? તેમ, એવા કોઈ અવસરે પોતાની ગાયેલી વડાઈ ચતુરાઈ કેવી ઉપાધિ થી સમાધિ તરફ 97