________________ વાત સાંભળી હું તો ચકિત થઈ ગયો, દુ:ખ ભૂલી ગયો અને પાછો સ્નેહના આનંદમાં ઝળબોળ નહાવા લાગ્યો. પણ હમણાં મારે બોલવા જેવું નહોતું તેથી મૌન રહ્યો. કુમારી બિચારી હરખઘેલી થઈને રાજાને કહે છે ! ત્યારે રાજા વધારે શંકામાં પડ્યો કે આ કુમારી પર ભારે વશીકરણનો મંત્ર પ્રયોગ થયો લાગે છે ! પરંતુ કરે શું ? કુમારીને પ્રતિજ્ઞા છે. એણે માર્ગ કાઢયો. પુત્રીને ખાનગીમાં મારાં ને એનાં પૂર્વ જીવનની બીજી બીજી વિગતો શી છે એ પૂછે છે. કુમારી ઘણી ઘણી વિગતો કહે છે. પછી રાજા મારી પાસે આવીને એ વિગતોની સત્યતા પરખવા મને પ્રશ્નો પૂછે છે. એમાં મારા રાજાનું નામ, કુટુંબીઓનાં નામ, ઘરનો આકાર-સ્થાન, ઘરની માલમિલકત, ખાન-પાન-પહેરવેશ વગેરેની ખાસિયતો કોઈ કોઈ બનેલા બનાવો વગેરે વગેરે કેટલુંય મને પૂછ્યું. મારે અસત્ય બોલવાને કોઈ કારણ નહોતું, આમેય રાજાનો મારા માટેનો ખોટો ખ્યાલ તો દૂર કરાવવો જ હતો, તેમ એજ પત્ની ફરી પાછી નવા દેહે મળે છે એનો આનંદ તો તું સમજે છે ને કે કેટલો હોય, એટલે મેં એ પ્રશ્નોના ઉત્તર આપ્યા. એટલે હવે રાજાને શું બોલવાનું રહે ? વિશ્વાસ પડી ગયો, એટલું જ નહિ પણ હું એક સામાન્ય માણસ નથી પણ બાહોશ રાજમંત્રી છું એથી એને ભારે આકર્ષણ પણ થયું અને એ ભાવ એની મુખમુદ્રા, આંખો અને શબ્દોમાં હું જોઈ શક્યો.” જુઓ આ સંસારમાં કેવી કેવી વિચિત્ર ઘટનાઓ બને છે. ક્યાં મંત્રીનો દેશ અને ક્યાં સરસ્વતીનું બીજા જન્મમાં અવતરવું ! તે પણ આ રીતે બંનેનો ભેટો થાય એવું બનાવનાર નિમિત્તોનું કેવું સહજ ભાવે બની આવવું ! આને કોણ ગોઠવવા જાય છે ? કર્મ, કાળ અને ભવિતવ્યતાની વિચિત્રતા જ આવું અચિંત્ય અને દુર્ઘટ પણ સર્જી દે છે. જીવનું તેવું પુણ્યકર્મ કામ કરતું હોય તો જ કુંવરીને આવો જન્મ અને મંત્રીને આવો લાભ થાય. તેમ, તેવા પ્રકારની ભવિતવ્યતા જ ઉપાધિ થી સમાધિ તરફ 1 39