________________ આ રીતના વિચિત્ર સંયોગમાં બેનો ભેટો કરાવી દે. ત્યારે બરાબર રાજપુત્રીના નદી પર ફરવાના કાળે જ મંત્રીનું ત્યાં હાજર થવાનું હોય તો જ એ કાળ બળે આ ઘટના સર્જાય. જગતની વસ્તુના સંયોગ બની આવવામાં માણસ કાળ-કર્માદિની શ્રદ્ધા નહિ પણ પુરુષાર્થના ગુમાન રાખે એમાં શું વળે ? “બસ, મેં આ રીતે અહીં આવવાનો પુરુષાર્થ કર્યો તો હું આ પામ્યો,'- એમ માનવું અજ્ઞાનતાભર્યું નથી ? અજ્ઞાનતા એટલા માટે કે તે ક્યાં આમ બનાવવાનું ધારીને પુરુષાર્થ કર્યો હતો ? માટે પુરુષાર્થનાં ગુમાન ખોટા છે. હા, આત્માના દયા, સત્ય, મૈત્રીભાવ, પ્રામાણિકતા, ક્ષમા-સમતા, નમ્રતા-નિખાલસતા, વૈરાગ્યનિસ્ટંગતા, સુદેવગુરુ-બહુમાન અને તત્ત્વરુચિ, ત્યાગ તથા તપસ્યા વગેરે ગુણોના ઉદ્દેશથી પુરુષાર્થ તો આના જ કરું,' એમ થાય. મંત્રીનો ગમે તેટલો પુરુષાર્થ હોય છતાં એ કુમારીને પૂર્વ જન્મનું સ્મરણ શું કરાવી શકે ? તો તે વિના જે બને છે તે ક્યાંથી બની શકે ? મંત્રી પતિ ને રાજા થાય છે પણ શરતે : મુનિ આગળ કહે છે, “હે ચન્દ્ર ! પછી તો રાજા ખુશ થઈ કહે છે મને, “હું તમને આ કુમારી પરણાવું, પણ એક શરતે.” ત્યારે વળી હું મુંઝાયો કે આ પણ પેલા રાજાની જેમ શું એ કબૂલાત તો નહિ માગે કે નથી ને કદાચ કાંઈ બને તો તમારે આપઘાત નહિ કરવાનો ? વહેમીલું કે અતિ દાઝેલું મન જીવને શંકામાં ને શંકામાં જ અથડાવે છે. શંકિત મન એ સંયોગો રુડા મળ્યા હોય છતાં અજંપો, અસ્વસ્થતા અને કેટલીકવાર અજુગતું કરી બેસવાનું સાહસ કરાવે છે ! શા માટે વહેમીલા બન્યા રહેવું ? કે શા માટે કોઈ અનિષ્ટ બની ગયું તેથી મનને ભારે શોકમગ્ન કરી દેવું ? હે ચન્દ્ર ! રાજાને મેં પૂછયું, ‘શી શરત ?" રાજા મને કહે છે કે “એ જ, કે મારે આ એક પુત્રી જ છે, પુત્ર નથી, તો તમારે પરણીને મારે ત્યાં જ રહેવાનું, અને મારી પછી મારું રાજય સંભાળવાનું.' હા પાડી, કેમ ? આવો રાજવી બનવાનો મહા લાભ મળે છે માટે નહિ, પણ પ્રાણપ્રિયા મળે 140 ઉપાધિ થી સમાધિ તરફ