________________ કર્યા ! ભરત જેવા અન્યાયથી ચક્ર મૂકે એ પણ મોહનો પ્રકાર, મોહના અનેક પ્રકારોના નાટકોમાંનું એક છે. આપણે એ બોધપાઠ લેવાનો છે કે દુન્યવી સંયોગોનો વિશ્વાસ કરવા જેવો નથી કે ક્યારે એ કેવા મોહમાં ફસાવે. અન્યાયનો માર્ગ એ ન્યાયસંપન્નતા નામના પ્રથમ માર્ગાનુસારી ગુણનો ઘાતક છે. ઠરાવેલા યુદ્ધ કરતાં દૂર થઈ, ન્યાયનો પરિહાર કરી ચક્ર મૂક્યું, અન્યાયનો માર્ગ લીધો તે પરિણામ શું આવ્યું ? એ જ કે બાહુબલી ગુસ્સાથી મૂઠી મારવા દોડ્યા ! એ પણ મોહવશ તો થયા, પરંતુ મિથ્યાત્વ નહોતું તો બુદ્ધિ ફેરવી. એ મુષ્ટિથી કેશ લોચ કર્યો, કાઉસ્સગધ્યાને પોતે ઊભા રહ્યા એટલે એમના ચરણે પડી ભરતને રોવું પડ્યું. ભરત રોયા એ સારું, છતાં પ્રશ્ન એ કે, આ કેમ બન્યું ? લડાઈ પતી ગઈ, ભરત ભરતને ઘેર, બાહુબલી બાહુબલીને ઘેર, પગમાં પડીને રોવાનું કેમ બન્યું ? કહો એમને ય ભાન હતું. અન્યાયના માર્ગથી આત્માના હિતનું લિલામ છે. સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ-એ ત્રણ રત્નો છે; માર્ગાનુસારી ગુણોનું લિલામ થાય તો ત્રણે રત્નનું લિલામ થતાં વાર નહિ લાગે. આ વાત ન ભૂલશો. દિલ્હી હજી દૂર છે !: માર્ગાનુસારીના ગુણો એમને એમ નહિ સચવાય. એ સાચવવા ભોગ દેવો પડશે. તનનો ભોગ એટલે કે કાયકષ્ટિ ઉઠાવીને ગુણ સેવવાનો. મનનો ભોગ એટલે કે ગર્વ, કંટાળી વગેરે દૂર કરીને અને બુદ્ધિ ખરચીને; તેમ લક્ષ્મીનો, માનપાનનો ભોગ આપીને ગુણ સચવાય. માતાપિતાની ભક્તિ કરવી, પૂજા કરવી એ માર્ગાનુસારીનો ગુણ છે. હવે માતા-પિતા જરા કડવું સંભળાવે અને અક્કડ થઈ જાય તો ગુણ ટકે ? ગુણ સાચવવો હોય તો, એક જ વાત, માતાપિતા કહે તે સાંભળે, ઉપકાર માને અને પૂજા-ભક્તિ કરવાનું ય ચાલુ રાખે. એવો આત્મા જો ચારિત્ર પામે, એને ગુરુ જરા ટોણો મારે તો માને કે ઉપાધિ થી સમાધિ તરફ