________________ ગજસુકુમાળ વગેરે મહામુનિઓએ મરણાંત ઉપદ્રવ કરનારાની ક્રૂર પ્રવૃત્તિમાંથી પણ એ ઘાતકોને કર્મક્ષયની અનુકુળતા કરી આપનાર હિતૈષી તરીકે માનવાનો સાર ખેંચ્યો ! તો ઝટ અનંત ભવોનાં પરંપરાને મિટાવી પાર પામી ગયા ! રાજા મંત્રીને સમાચાર આપે : આપણી વાત એ ચાલતી હતી કે રાજાએ મંત્રીની પત્નીના પતિ-પ્રેમનું પારખું કરવા અને મંત્રી-મરણના ખોટા સમાચાર અપાવ્યા તો મંત્રી-પત્ની બિચારી આઘાતથી ત્યાં જ મરણને શરણ થઈ ! હવે રાજા મુંઝાય છે, વિચારે છે કે “અરે ! આ બીજાના પરસ્પર પ્રેમનું પારખું કરવાનું મારે શું પ્રયોજન હતું કે શો હક પણ હતો ? અહો, કેવું મેં ઘોર પાતક કર્યું !' નિરર્થક અને હકરહિતમાં જીવન ન વિણસાડો : માણસ જો પહેલેથી આટલું જ વિચારી લે કે, પર સંબંધી પ્રવૃત્તિનું પોતાને કોઈ શુભ પ્રયોજન છે ? તેમ પોતાને તે કરવાનો હક છે ? આટલું વિચારીને પછી આગળ પગલું માંડે, અર્થાત્ પ્રયોજન અને હક ન હોય, કે પ્રયોજન હોય પણ હક ન હોય, યા હક હોય પણ પ્રયોજન ન હોય તો એ પ્રવૃત્તિ નહિ કરવાની. તો કેટલાય અનર્થ અને પશ્ચાત્તાપથી બચી જાય. માણસ જેવો માણસ થઈને એટલે કે બુદ્ધિમાન પ્રાણી થઈને નિપ્રયોજન યા કૌતુક-મશ્કરીની પ્રવૃત્તિ કરે, તો એ વ્યર્થ અને વિનાશક કુટેવનો અંત કયા જન્મમાં આવવાનો ? શું મહાહિતકારી ઉચ્ચ તકોથી ભરેલા આ જીવનની કિંમત નથી ? તેમ એ પણ વાત છે કે બીજાના પર ખોટા હક કરવામાં કઈ માણસાઈ છે ? ઊંચી માનવતા તો એ, કે આપણા પર બીજાના હક ચાલવા દઈએ, અને આપણા વાજબી પણ હક શક્યતા હોય ત્યાં સુધી ન વાપરીએ. પણ આ મોંઘું છે, છતાં નિરર્થક અને હકરહિત પ્રવૃત્તિમાં જીવન ન વિણસાડીએ. ઉપાધિ થી સમાધિ તરફ 1 26