________________ તો જીવનમાં આ ત્રણ ગુણનો ખૂબ ખપ કરો, પવિત્રતા, વિનયભાવ અને સેવાપરાયણતા. મંત્રી પત્ની રડે છે : વાત આ ચાલે છે કે શ્રેષ્ઠિપુત્ર ચન્દ્રને મુનિ પોતાનું ચરિત્ર સંભળાવતા કહે છે “હું રાજમંત્રી, મારે સરસ્વતી નામની સુશીલ, વિનયી અને સેવાપરાયણ પત્ની હતી. એકવાર એ રાતના ઝબકીને જાગીને રોવા લાગી. એના અવાજથી હું પણ જાગી ગયો. મેં પૂછ્યું “કેમ આમ એકાએક રડે છે ?' પણ એણે ઉત્તર ન દીધો. એથી તો મને લાગ્યું કે આ એના રડવા પાછળ કોઈ ગંભીર કારણ છે. એના પર મને અથાગ પ્રેમ તો હતો જ, એમાં એને કોઈ ગંભીર દુઃખ ઉપસ્થિત થયું હોવાનું મને લાગ્યું, તેથી લાગણી વિશેષ ઊભરાઈ ઉઠી ! મારા દિલમાં ભારે દુઃખ ઊભું થયું. મારા મનને થયું કે “અરે ! આ બિચારીને આટલું બધું દુઃખ ! તેય હું જીવતો જાગતો અને સારી સ્થિતિમાં ઊભો છું તોય જો આટલું દુઃખ, તો મારા મરી ગયા પછી તો એના દુઃખની અવધિ જ શી ?' ખરેખર ! એને જે દુઃખ હશે એના કરતાં મને વધુ દુઃખ ઊભરાઈ આવ્યું. એટલે મેં વધુ આગ્રહ કરીને પૂછ્યું, પણ ઉત્તર મળવાને બદલે રુદનનો રણકાર મળ્યો તેથી મારો ઉદ્વેગ વધતો ગયો. સામાના દુઃખે દુઃખી શું દયાથી જ થવાય છે? મહાનુભાવ ! શું આ ઉદ્વેગ મારો સામાની દયાના ઘરનો હતો ? ના, એમ તો જગતમાં આથી પણ વધુ દુઃખમાં કઈ જીવો રીલાય છે; અરે ! સામાના દુઃખ આપણી નજરે ચઢે છે, છતાં ક્યાં એ ઉદ્વેગ થાય છે ? માટે ઉગ દયાને લીધે નહિ પણ મોહને લીધે થતો હતો, એ વાત સ્પષ્ટ છે. આ ય મને હવે સમજાય છે, તે વખતે તો મોહના કેફમાં કાંઈ સમજાતું નહોતું. બાકી એ જોજો કે મોહ જીવને વગર જોઈતા કેટલાય દુઃખ-ઉદ્વેગ ખડા કરી આપે છે ! જગતમાં મોહની ઉપાધિ થી સમાધિ તરફ