________________ પ્રભાવે થાય છે. દાન લક્ષ્મીના સંગ્રહથી નહિ, પણ એના ત્યાગથી થાય છે ! જીવ ભ્રમણામાં પડીને એ જોવું ભૂલી જાય છે કે પૈસા હોય તો ધર્મ થાય એમ માનીને તો પોતે ધર્મ કરતાં ઉપાધિને જ વધુ મહત્ત્વ આપી રહ્યો છે ! અને માટે જ ઉપાધિની ખાતર વચન-કાયાથી કઈ કૂડાં કર્મ કરે છે ! અને સાથે હૃદયને કેઈ માયા-તૃષ્ણા, હુંપદ વગેરેથી ગંદું કરી ભાવી દુર્દશાને નોતરી રહ્યો છે ! ભારોભાર ધર્મશ્રદ્ધા, તીક્ષ્ણ ધર્મબુદ્ધિ, અને ઉલ્લસિત ત્યાગભાવનાથી ધર્મ થવાનું માનતો હોત તો ઉપાધિને તો ઝેરસમી દેખત ! એને વધારીને ખુશી ન થાત, પણ ભયભીત થાત ! ઉપાધિ વધારવાના કોડ ન રાખત ! ઉપાધિમાં જ પૂરું થતું જીવન તો સરાસર નિષ્ફળ સમજત ! એથી માનવભવમાં એક આંટો થયાનું સમજત !" મુનિનો ઉપદેશ વસ્તુના ઠેઠ મૂળ સુધી પહોંચી રહ્યો છે. આધિઉપાધિને એનો નગ્ન સ્વરૂપમાં નિરખો તો ત્યાં પહોંચવું કઠિન નથી. એક મંત્રી જેવો મહાબુદ્ધિમાન માણસ, જુઓ કે, કેટલો ગરીબડો થઈ ગયો છે ! બીજા ખાસ કર્તવ્યોને બદલે હાડકાં પૂજવા અને રોવાનું ઘેલું કામ કરી રહ્યો છે ! મોહની લાગણીઓ ક્યારે કંઈ કેમ ઘસડી જશે એનો વિચાર કરવો હોય તો જુઓ ભૂતકાળ અને વર્તમાનકાળના થોક દૃષ્ટાંતો પડ્યા છે ! મંત્રી ગંગા કાંઠે : મુનિ પોતાના પૂર્વ જીવનની વિગત આગળ કહે છે, “હે ચન્દ્ર ! પછી તો મને વિચાર આવ્યો કે આ બિચારી સરસ્વતી તો મરી પણ એની રાખ પણ ગંગાજીનો સંસ્કાર ન પામી ! તો હવે આ હાડકાંને ગંગાજીમાં પધરાવી આવું તો કંઈક પુણ્ય તો એ પામે ! ચન્દ્ર ! કેવી આ મૂઢતા કે જીવ તો મર્યો કે તરત કોઈ યોનિમાં દાખલ થઈ ગયો અને પોતાનાં કર્મના વિપાક ભોગવવા લાગ્યો, છતાં હવે એની રાખના ગંગા-સંસ્કાર અને પિંડદાન એને પુણ્ય અને અન્ન પહોંચાડશે એમ માનવું ? ખેર ! એ વખતે તો હું ય મૂઢ જ હતો, એટલે એક 134 ઉપાધિ થી સમાધિ તરફ