Book Title: Upadhithi Samadhi Taraf
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 139
________________ આવી અંતિમ દશા તો મૃત્યુ કાળે નક્કી જ ને ? પછી એ કૂડી ધારણાઓ સિદ્ધ કરવાની ખાતર અયોગ્ય રાહ લેવામાં તથા માયા, પ્રપંચ, જૂઠ, ડફાણ વગેરે આદરવામાં શી બુદ્ધિમત્તા છે? તેમ ધારણાની પાછળ બહુ આવેશ-આતુરતા રાખવાનો ય શો લાભ છે ? | મુનિ કહી રહ્યા છે કે મને ઘરમાં ન તો પત્નીનું મડદું કે ન પત્ની જોવા મળી. આકુળ-વ્યાકુળ થઈને આજુબાજુ પૂછતાં માલૂમ પડ્યું કે એને તો બાળવા લઈ ગયા છે. એટલે હું સીધો સ્મશાન ભૂમિ પર પહોંચ્યો. પણ ત્યાં જઈ જોઉં છું તો ચેહ ભડભડાટ સળગી રહી છે ! મનને તેથી ખેદનો પાર ન રહ્યો ! એમ થયું કે “અરે ! રાજાએ ઠેઠ આટલે સુધી વાત પહોંચાડી ! મરેલી પત્નીના દર્શન પણ મને નહિ ? આ તે રાજાની કેવી જાણે ઉગ્ર વૈરબુદ્ધિ ! અગર કેટલી મૂર્ખતા ! એને મારી પત્નીના મૃત્યુથી મને થતા દુઃખમાં ઓછાશ લાગી, તે એના મડદાના દર્શનથી મને વંચિત રાખી અતિશય દુઃખની આગમાં મને ઝીંક્યો ? આપઘાત એ મૂઢતા છે : “હે ચન્દ્ર ! આ બધી હકીકતનો બહુ વિચાર કરજે દુઃખ તારું વધારે કે મારું? છતાં મેં આપઘાત નથી કર્યો અને તે આપઘાત કરવા ઇચ્છે છે? એ સમજ કે મેં આપઘાતનું સાહસ નહોતું કર્યું તો જ આજે આ ભવ્ય સ્થિતિમાં છું, દુઃખના માર્યા આપઘાત કરી નાખવો એ તો સરાસાર મૂઢતા છે ! આ ઊંચા જીવનમાંની મહામૂલ્યવતી તકોનો અને ભાવી સદ્ગતિનો સંહાર કરવાની મૂર્ખાઈ છે ! દુનિયાના કદાચ એક ખૂણામાં દુઃખ લાગતું હોય તો બીજા ખૂણે ક્યાં જઈ શકતા નથી ? એક પ્રકારના જીવનમાં હોઈએ તો બીજા પ્રકારના જીવનને અપનાવી ક્યાં ન અપનાવી શકીએ ? આપઘાત શા માટે કરવો ? રાજા ક્રૂર હતો : હે ભાગ્યવાન ! એ તો મને આજે સમજાય છે કે મને એ ઉપાધિ થી સમાધિ તરફ 1 31

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156