________________ શ્રેષ્ઠિપુત્ર ચન્દ્રને મુનિ આગળ કહે છે “મારે એક સરસ્વતી નામની પત્ની હતી. પત્ની સુશીલ, વિનયી અને સેવાભાવવાળી હતી. એ કારણે એના પર મારો વિશેષ કરીને સ્નેહ હતો.” આવા ગુણ હોય તેના પ્રત્યે કોને આકર્ષણ નથી થતું? હા, બહુ કામાંધ હોય કે સ્વાર્થી હોય અને બીજેથી એની કામવાસના કે સ્વાર્થ પૂરવાનું મળતું હોય તો ન આકર્ષાય એ વાત જુદી, બાકી તો પવિત્રતા, વિનીતભાવ અને સેવાનો ગુણ ચીજ જ એવી છે કે એ મહાન આકર્ષણ કરે. એ મહાન વશીકરણમંત્ર છે. સીતાને રામનું, કે રામને સીતાનું આકર્ષણ શાનું હતું ? સૌંદર્યનું કે વૈભવ-હોશિયારીનું સમજતા નહિ; આકર્ષણ તો પવિત્રતા, વિનય-મર્યાદા અને સેવાનું હતું માટે તો વનવાસમાંય કોઈ રોદણું નહોતું. (1) પવિત્ર જીવન : પવિત્ર જીવન તો કેટલાય ગુણો અને પરમાર્થનો પાયો છે. પવિત્ર જીવન મનને ફોરું રાખે છે. જેનો વ્યવહાર અને વિચારસરણી પવિત્ર છે એને મગજ પર ચિંતા શેની? ચિંતા તો વાંકાટેડા વર્તાવથી ઊભી થાય છે; મનને દહેશત રહે છે કે “આમ વર્યો પણ એનું ખરાબ પરિણામ આવ્યું તો ? ચોપડામાં ઘાલમેલ કરી છે, પણ ખુલાસો કરતાં પકડાયો તો ? આપવા-લેવામાં પોલીસી કરી છે પણ સામાને ખબર સામાને ઊલટી અસર થઈ તો ?...આવી આવી રિ અપવિત્ર મનને સતાવ્યા કરે છે, સંતાપ્યા કરે છે. પવિત્ર મનની સલાહ : પ્ર.- સીધો વર્તાવ અને સરળ વાણી રાખે એમાંય શું કેટલીકવાર ચિંતા નથી રહેતી કે નથી ઊભી થતી ? ઉ.- એવી ચિંતા કદાચ થાય તો એનું નિવારણ પવિત્ર મનથી થઈ જાય છે; કેમકે પવિત્ર મન એમ સલાહ આપે છે . ઉપાધિ થી સમાધિ તરફ - 93