________________ બધી વધી ગઈ ? આજે વિજ્ઞાનની પાછળ આટલી બધી ઘેલછા કેમ લાગી છે ? એની નવનવી શોધો પર કેમ ઓવારી જવાય છે ? આત્મતત્ત્વની શ્રદ્ધા હોત તો આ બનત ? ના, કેમકે આત્મતત્ત્વ શ્રદ્ધા તો મનાવે છે કે આ જડની વધારે પડતી લીલામાં શું અહીં કે શું પછીથી પરલોકમાં, આત્માની મહાન વિટંબણા છે; આત્મહિતકારી જે પરમાત્મા અને આત્મગુણો, જે વૈરાગ્ય, દયા, વગેરે ગુણો, તથા ત્યાગતપસ્યાદિ ધર્મો, એને વિસરવાનું થાય છે ! એ જડલીલામાં હૈયાનાં હત શા ઊભરાય ? તેને માટે ચિત્તના કલેશરૂપી આધિ શા સારુ વહોરાય ? જીવનમાં જરૂરી અગર આવી પડેલા ગમે તેવા ઊંચા જડસંયોગોને પણ આસ્તિષ્પ ગુણવાળો આત્મા આત્મસ્વરૂપથી તદ્દન અળગા પરાયા સમજે છે, વેઠ અને વિટંબણારૂપ સમજે છે, વિનશ્વર લેખે છે, ભવવર્ધક હોવાનું જાણે છે, પછી એની પાછળ ખોટી આધિ શું કામ કરે ? કદાચ આધિ થઈ જાય તો ય તે કેટલી મંદ હોય ! અને કેવી અલ્પ કાળ ટકનારી હોય ! દિલમાં ખરેખરા આસ્તિક્યના વાંધા હોય છે માટે જ ચિત્તની અગણિત વિહ્વળતાઓથી વિડંબાવું પડે છે ! જડની કારમી તૃષ્ણા મૂકાતી નથી, નવનવા વિલાસનાં સાધનો તરફ હરખી ઉઠાય છે ! અને જડપદાર્થો પાછળ હિસાબ વિનાના રાગદ્વેષ, મોહમદ-મત્સર, માનસિક આંટીઘૂંટીઓ વગેરે કેટકેટલું થાય છે ! સમ્યગ્દર્શન શું શિખવે ? : ચન્દ્રને જુઓને, એટલે જ જડનાં ચક્કર ચડ્યા હતા ને ? સમ્યગ્દર્શનથી તાપદાયી આધિ ઓછી નથી કરી એટલે કેટલા ચક્કરે ચઢવું પડે છે ! મનને થાય છે, જેમની આગળ ઠાંસ મારીને નીકળ્યો હતો, એમની આગળ હવે દરિદ્ર સ્થિતિમાં ઊભા કેમ રહેવાય ? અત્યાર સુધી ત્રાસ વેઠ્યા એ તો વિલાપના આંસુ કઢાવે જ છે, પણ હવે તો મૃત્યુને ભેટવાના ખૂનસ ચઢ્યા છે ! આંતરિક વિલાપ પણ આધિ ! અને મરવાના ખૂનસ પણ આધિ ! 5 2 ઉપાધિ થી સમાધિ તરફ