________________ દુર્ગુણો અને દુષ્કૃત્યોથી બચો. એનાથી બચવું હોય તો તામસીવૃત્તિ ન આવવા દો. એ ન આવવા દેવી હોય તો અખંડ સત્ત્વની રક્ષા કરો. સત્ત્વને સાચવી રાખવું હોય તો આધિ-વ્યાધિ-ઉપાધિને આમંત્રો નહિ; પણ ઓછી કરતા ચાલો. ચન્દ્રને બચાવનાર મળે છે : શ્રેષ્ઠિપુત્ર ચન્દ્ર આધિ-વ્યાધિમાં ફસાયો તો એને સત્ત્વ ગુમાવવાનો અવસર આવ્યો, અને આપઘાત કરવા ગળે ફાંસો નાખી ઝાડ પરથી નીચે લટકે છે. પરંતુ હજી એનું સદ્ભાગ્ય કાંઈક જાગતું છે તે તરત જ દૂરથી આ જોઈને એક દયાળુ બ્રાહ્મણ દોડતો આવીને ઝાડ સાથે બાંધેલો છેડો છોડી નાખે છે ! ચન્દ્ર હેઠો પડે છે, ને આ બ્રાહ્મણને કહે છે, ‘ભલા ભાઈ ! શા સારુ મને મરવામાં વિન કરે છે ?' આ કહે છે, “વિપ્ન ? અરે નવજવાન ! આ તો હું તને સારાં કૃત્યો કરવા બચાવી લઉં છું. શા માટે આવા સુંદર માનવભવને, અકાળે મૃત્યુને નોતરી, ગુમાવી રહ્યો છે ?' “બીજાને માટે ભવ સુંદર હશે, મારા માટે નથી, હું તો ઘણો દુ:ખી છું. દુઃખથી છૂટવા મર્યે જ છૂટકો છે.” અરે ! જીવતો નરભદ્રા પામે; જીવતો રહે, તો કોઈ દિ' દુઃખ ચાલ્યાં જશે !' ચન્દ્ર કહે છે, “મારું દુ:ખ જીવતાં જાય એવું જ નથી, માટે હું તો મરવાનો.' બ્રાહ્મણે જોયું કે- “આ તો નિર્ધારવાળો છે, તો હું એને ક્યાં સુધી ઝાલી બેસી રહેવાનો હતો ? મારા ગયા પછી એ મર્યા વિના નહિ રહે માટે એને યોગ્ય રસ્તો બતાવું.” શો રસ્તો બતાવે છે ? ઉપાધિ થી સમાધિ તરફ 31