________________ જંઘા સુઘી જમીનમાં ખેંચી જાય છે. જયારે બાહુબલીના ફટકાથી ભરત કંઠ સુધી ખેંચી જાય છે. એજ બાહુબલી એજ ભરતને દડાની જેમ આકાશમાં ઉછાળે અને નીચે પડતાં ઝીલે. આવા વિજયી બાહુબલીએ ભરતે જયારે અન્યાય કરી ચક્ર ફેંક્યું ત્યારે બાહુબલીએ મૂઠી ઉગામી. શું હવે કલ્પના ન આવે કે આ મૂઠી પરાક્રમ શું કરશે ? ભરત ભૂલ્યા ભરોસે : પ્ર.- સમજુ ભરત ચક્ર ફેંકવાનો અન્યાય કેમ કર્યો ? ઉ. માટે જ જ્ઞાની કહે છે, મોહરાજાના ખેલ અનેક પ્રકારના છે. ભરત ભરોસે ભૂલ્યા ! એમણે ધાર્યું હતું, ચક્ર પાછું નહિ ફરે, એને જોઈને કાં તો સામો વશ થઈ જશે, કાં ચક્ર તેનો નાશ કરશે. લોભને લઈને વિશ્વાસે રહ્યા, એટલે બીજું ન સૂઝયું. ચક્ર છોડ્યું ! શું તારી મુક્તિ જુદી છે? : પાર્શ્વનાથ ભગવાનના ચાર સાધુને કોઈ કેવળી મળ્યા, તેમણે પેલાઓના પ્રશ્ન ઉત્તરમાં કહેલું, “તમે ચરમશરીરી છો, આ ભવમાં જ મોક્ષે જશો. હાથમાં રજોહરણ છે એવા આ ચાર સાધુને આ સાંભળીને શું વિચાર આવ્યો ? કર્મના મેલને જલદી દૂર કરવાનો ? કર્મના સદંતર ફુરચા ઉડાડવાનો ? ના. ‘છ માસી તો કરી છે, બાર માસી કરી લેવા દે, જ્ઞાનીએ આ ભવમાં મુક્તિ કહેલ છે, ચરમશરીરી કહેલ છે, એટલે કાયા પડવાની નથી એ તો નિર્ધાર છે.” આવું કાંઈ સૂઝયું ? ના. પોતે ચરમશરીરી હોવામાં, એજ ભવમાં મોક્ષે જનારા હોવામાં, જ્ઞાનીએ મહોર છાપ મારી છે માટે ચાર સાધુઓએ શું એવો વિચાર કર્યો કે, બારમાસી થઈ જાય ? ના, ત્યારે ? “જ્ઞાનીએ આ ભવમાં મોક્ષે જનારા છીએ, ચરમશરીરી છીએ, એવી મહોરછાપ મારી છે, તો પછી હવે સંયમ પાળવાનું કષ્ટ વેઠવાની જરૂર શી ?" આવો વિચાર કરી એ ચાર સાધુ વેશ મૂકી ઘરે ગયા છે, પતિત થયા છે ! ત્યારે તો રહનેમિને રાજિમતીએ કામાસક્ત જોઈ જયારે કહ્યું કે, ઉપાધિ થી સમાધિ તરફ ૪પ