________________ શુદ્ધ ધર્મ : આ સમ્યગ્દર્શનાદિ એ શુદ્ધ ધર્મ છે. મેલા ધર્મ જગતમાં ઘણા; પણ શુદ્ધ ધર્મ આ, અને શુદ્ધ ધર્મથી જ સંસારવાસનો અંત આવે એમ જૈન દર્શન કહે છે. પંચસૂત્રમાં લખ્યું છે કે સંસાર કેવો અને કેમ માટે : 'अणाई भवे दुक्खरूवे दुक्खफले दुक्खाणुबंधी एअस्स णं वुच्छित्ती सुद्ध-धम्माओ / ' સંસાર અનાદિનો છે, એ દુ:ખરૂપ છે, દુઃખનું કારણ છે, અને દુઃખનો પ્રવાહ વહેવડાવનારો છે. એનો ઉચ્છેદ શુદ્ધ ધર્મથી થાય છે. સંસારનું સ્વરૂપ પણ દુઃખમય, એનું કાર્ય પણ દુઃખ, અને એનું મર્મ પણ દુઃખની પરંપરાનું દાન. (1) સંસાર દુઃખરૂપ કેમ ? : એળિયાને ગમે તે ભાગમાં તપાસો તો ય કડવો જ જણાય, એમ સંસારને કોઈ પણ ભાગમાં જુઓ તો એ દુ:ખરૂપ જ જણાશે. જોતાં આવડવું જોઈએ. મોહ-મૂઢતારૂપી કમળાની આંખે જુઓ તો ઊંધુ જણાય; બાકી ચોખી દૃષ્ટિથી દેખો તો દુ:ખ સિવાય બીજું કંઈ નહિ જણાય. પ્ર.- બંગલા, બગીચા, વૈભવ, વિલાસ, વગેરે બધું સંસાર જ છે ને ? એ બધા તો સુખરૂપ દેખાય છે, એવું કેમ ? ઉ.- જોતાં ભૂલ્યા ! સુખરૂપ શાથી દેખાય છે? એટલા જ માટે કે એની પાછળ “મારે બંગલો વગેરે જોઈએ” એ ઝંખનાનું, એ વલવલાટનું દુ:ખ ઊભું થયું, છે. વળી “આ બંગલો વગેરે રહે તો સારું એવી ચિંતાનું દુ:ખ બેઠું છે માટે એ સુખરૂપ ભાસે છે. બાકી માથે દેવું ચઢી ગયું હોય, બંગલા પર રૂપિયા વ્યાજે લીધા હોય, વ્યાજ પણ મોટું ચઢતું હોય, બંગલાના ખરચા ભારે પડતા હોય તો તો એમ થાય છે કે સારી કિંમતમાં જો બંગલો વેચાઈ જાય તો સારું, હવે બંગલો ઉપાધિ થી સમાધિ તરફ