________________ એમ, પરોઢે સારું સ્વપ્ન આવ્યું અને જાગ્યા, પછી સારી પ્રવૃત્તિ રાખે તો લાભ સારો થવાની વકી રહે. એવી રીતે સ્નેહી-કુટુંબીના મુખમાંથી જો અરુચિભર્યો શબ્દ નીકળ્યો, તો તરત સમજી લેવું જોઈએ કે આમના દિલમાં ઉદ્વેગ, અભાવ જેવું થયું લાગે છે; માટે હવે એ શમી જાય એવી પ્રવૃત્તિ કરવી. એમ જો કરાય તો મામલો સુધરી જાય.' વાત છે કે જીવનમાં બનતા બનાવોના એંધાણ પરખો, અને એ પરથી આગળની પ્રવૃત્તિ-નિવૃત્તિ ઘડો. એથી જીવન જીવવાની મઝા આવશે ! કેમકે કેઈ અનર્થોથી બચી જવાશે, અને કેઈ કલ્યાણના દ્વાર ખુલ્લા થશે ! જીવતર કંટાળાભર્યું ક્યારે લાગે છે ? ડગલે પગલે અણગમતું બનતું હોય અને મનગમતું થોડે અંશે પણ ન બનતું હોય તો જ ને? અલબત, એમાં પૂર્વકૃત કર્મના ઉદય કારણ હોય છે, પરંતુ પહેલાં આપણે કહી આવ્યા છીએ તેમ કેટલાંય કર્મોને તો નિમિત્ત આપીને જગાડવામાં આવે છે, એ ન ભૂલતા; અને મહાન નિમિત્ત આ છે કે બનતા બનાવો, આપણી પરિસ્થિતિ, આજુબાજુનું વાતાવરણ, ઉપસ્થિત થતા સંયોગો, સ્નેહી-સંબંધીના પલટાતા દિલ, ઇત્યાદિની સૂચિત થતા ભાવને આપણે લક્ષમાં લેતા નથી અને ઊંધી પ્રવૃત્તિમાં દોડ્યા જઈએ છીએ એથી પછી અનિષ્ટ ઊભાં થાય છે, અને ઈષ્ટ દૂર રહે છે. એથી જીવન ભારે નિરાશા, ખેદ અને કચવાટભર્યું ન થાય તો બીજું શું થાય ? ચન્દ્રને રોકવા “સબૂર” !: શ્રેષ્ઠિપુત્ર ચન્દ્ર સમુદ્રમાંથી બચી ગયાના સંકેતને નહિ સમજતો અત્યારે પર્વત પરથી નીચે ખીણમાં પટકાઈ-બુંદાઈ મરવા તૈયાર થયો છે. ત્યાં પાછળથી અવાજ આવે છે, “સબૂર !" આને થાય છે કે, વળી આ વિડ્ઝ ક્યાં આવ્યું !" ઉપાધિ થી સમાધિ તરફ 39