SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ પ્રતિમાશતક/ બ્લોક: ૨૫ અસમર્થ વ્યક્તિ પરિપૂર્ણ ન કરી શકે તો સ્વયં શક્તિને અનુરૂપ દેશમાં યત્ન કરે છે, તેથી ઉપદેશકને અવિરતિરૂપ ઈતરાંશની અનુમતિનો પ્રસંગ આવે નહિ. આ પ્રકારની પૂર્વપક્ષીની ઈષ્ટાપત્તિમાં ગ્રંથકાર કહે છે કે, તમારી વાત બરાબર નથી. કેમ કે વિશેષ વિધિ વગર બારવ્રતાદિ વિભાગની અનુપત્તિ છે. આશય એ છે કે, પાંચ મહાવ્રતોરૂપ સર્વવિરતિનો જ જો શાસ્ત્રમાં ઉપદેશ હોય, અને સ્વકૃતિ અસાધ્યતાના પ્રતિસંધાનને કારણે શેષમાં જે પ્રવૃત્તિ કરાય છે તે જ દેશવિરતિરૂપ છે તેમ કહેવામાં આવે તો, પાંચ મહાવ્રતોના અંશરૂપ પાંચ અણુવ્રતો કદાચ પ્રાપ્ત થઈ શકે, પરંતુ બારવ્રતોના વિભાગની પ્રાપ્તિ થઈ શકે નહિ. તેથી દેશવિરતિનું વિશેષ વિધાન કરનારાં વાક્યો શાસ્ત્રસંમત જ છે. માટે દેશવિરતિનો પણ ઉપદેશ શાસ્ત્રસંમત જ માનવો જોઈએ, અર્થપ્રાપ્ત નહિ. ઉત્થાન : અહીં પૂર્વપક્ષી કહે કે, દેશવિરતિનો ઉપદેશ આપવાથી તેના ઈતરાંશ અવિરતિમાં સંમતિની પ્રાપ્તિ થાય, તેથી ઉપદેશ સર્વવિરતિનો જ અપાય. જેઓ વ્યુત્પન્નમતિવાળા છે તેઓ પાંચ મહાવ્રતોના ઉપદેશથી પણ બારવ્રતોના વિભાગને અતિદેશથી પ્રાપ્ત કરી શકે છે, તેમ માનવું ઉચિત છે. તેથી ગ્રંથકાર કહે છે – છે અતિદેશ=એક સ્થાને મળતા ધર્મનું અન્ય સ્થાને સૂચન કરવું. ટીકાર્ચ - તિન ..... પ્રસાત | અતિદેશથી સ્વેચ્છાએ વ્રતોના ગ્રહણમાં શ્રાવક વડે શ્રમણલિંગના પણ ગ્રહણનો પ્રસંગ પ્રાપ્ત થાય. વિશેષાર્થ: સાધુ દ્વારા પાંચ મહાવ્રતોનો જ ઉપદેશ આપવામાં આવે, અને તેના દ્વારા શક્તિ હોય તો તે પાંચ મહાવ્રતો પૂર્ણ જ ગ્રહણ કરવાં જોઈએ તેવો સમ્યગુ બોધ જો શ્રોતાને થાય, તો પણ પોતાની તથાવિધ શક્તિ ન હોય તો પોતાની શક્તિને અનુરૂપ કરવું જોઈએ તેવો નિર્ણય કરીને, સર્વવિરતિના ઉપદેશના કથનથી જ શ્રોતાને અણુવ્રતાદિ બાર વ્રતોના અતિદેશનો બોધ થાય છે; અને તેના કારણે સ્વેચ્છાથી જ શ્રોતા બાર વ્રતોને ગ્રહણ કરે છે, પરંતુ ગુરુ તેને બાર વ્રતોનો ઉપદેશ આપતા નથી; જો આમ સ્વીકારવામાં આવે તો, સ્વેચ્છાથી જ શ્રાવકને સાધુલિંગના ગ્રહણનો પ્રસંગ આવે. કેમ કે જેમ બાર વ્રતના ઉપદેશ વગર સ્વેચ્છાથી જ તેણે બાર , વતો ગ્રહણ કર્યા, તેમ કોઈ શ્રાવકને સર્વવિરતિ ગ્રહણ કરવાની ઈચ્છા થઈ, ત્યારે તે ગુરુ પાસે જઈને સાધુવેશનું ગ્રહણ ન કરતાં સ્વેચ્છાથી જ સાધુલિંગ ગ્રહણ કરે, તો તેને ઉચિત માનવું જોઈએ. પરંતુ તે રીતે સર્વવિરતિ લેવી ઉચિત નથી, એમ માનવામાં આવે તો, તે જ રીતે અતિદેશથી સ્વેચ્છાથી બાર વ્રતો ગ્રહણ કરવાં તે પણ ઉચિત નથી તેમ માનવું જોઈએ. અને તેમ સ્વીકારીએ તો એ જ સિદ્ધ થાય કે, ગુરુ દ્વારા જ બાર વ્રતોનો પણ ઉપદેશ અપાય છે, અને ગુરુ જ તે બાર વ્રતો ઉચ્ચરાવે છે. માટે દેશવિરતિ ધર્મ મિશ્ર છે, એમ કહીને સાધુ દ્વારા તે અનુપદેશ્ય છે, તેમ કહેવું ઉચિત નથી.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy