Book Title: Marge Chalo Mnzil Pamo
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 11
________________ છતાં અર્થ અને કામને તેઓ સારા-ઉપાદેય અર્થાત્ મેળવવા જેવા તો ક્યારેય માનતા નથી. છતાં પણ તેઓ દેશવિરત શ્રાવકની જેમ અમુક અંશમાં પણ અર્થ અને કામનાં પાપોના ત્યાગી બની શકતા નથી. અર્થ અને કામનાં પાપોને છોડવા જેવા માનવા છતાં તેઓ છોડી શકતા નથી. પોતાની આવી આત્મદશા ઉપર આ આત્માઓને ભારે ખેદ હોય છે. સંતાપ હોય છે. માનસિક પીડા હોય છે. જેલમાં પૂરાયેલા કેદીને જેલ જરાય સારી લાગતી નથી. છતાં તે બંધનમાં બંધાયેલો કેદી જેલમાંથી છૂટી શકતો નથી. તેનું મન તો હંમેશ જેલથી મુક્તિના રંગબેરંગી સ્વપ્નોમાં જ રાચતું રહે છે. બરાબર આવી જ આ આત્માઓની મનોદશા હોય છે. સંસારના અર્થ અને કામને અત્યંત હેય માનવા છતાં કર્મોના કોઇ અકાટય બંધનોમાં તેઓ એવા ફસાયેલા હોય છે કે તેઓ અર્થ અને કામને છોડી શકતા નથી. આમ છતાં એમનું મન હંમેશાં મોક્ષ મેળવવાની ઝંખનામાં તત્પર હોય છે. “ક્યારે હું મોક્ષને પામીશ ? અને ક્યારે એ મોક્ષના અનન્ય કારણરુપ મુનિજીવનને મેળવીશ ?'' આવી મંગલ મનોદશામાં તેમનો આત્મા ઝૂમતો હોય છે. આવા આત્માઓને શાસ્ત્રીય ભાષામાં સમ્યગ્દષ્ટિ શ્રાવક કહેવાય છે. (૪)માર્ગાનુસારી આત્માઓ : ચોથા નંબરના જીવોની દશા, ત્રીજા નંબરના જીવોની પૂર્વભૂમિકારુપ છે. આથી જ આ આત્માને મોક્ષ પ્રત્યે અભિરુચિ પેદા થઇ હોય છે. તેને મોક્ષ ગમે છે અને એ મોક્ષને મેળવી આપનારો ધર્મ પણ ગમવા લાગે છે. પરંતુ આ જીવ એમ પણ માને છે કે સંસારમાં છીએ તો અર્થ અને કામ પણ જોઇએ તો ખરા જ. હા...એ અર્થ અને કામ ધર્મનો નાશ કરનારા ન હોવા જોઇએ. ધર્મને વાંધો ન આવે તે રીતે અર્થ અને કામને મેળવવામાં કશો વાંધો નહિ. આમ, આ જીવો માત્ર મોક્ષના જ લક્ષી અને માત્ર ધર્મના પક્ષપાતી નથી હોતા પણ તે બે ની સાથોસાથ અર્થ અને કામનો પક્ષ પણ લેનાર હોય છે. જો કે અર્થ અને કામને ઉપાદેય માનીને મેળવવામાં ઘણાં ભયસ્થાનો ૪

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 394