________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૫ ] ૩૦ રેગગ્રસ્તને, વિગઈના તેમ જ વિષયના લેલુપીને, કોધીને
તથા કપટીને દીક્ષા દેવી ઘટિત નથી. ૩૧ પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, શાસ્ત્ર-વચન અનુષ્ઠાન
અને અસંગ–અમૃત અનુષ્ઠાન અધિકાધિક ગુણકારી હોવાથી
તેમાં મુમુક્ષુ જીએ અધિકાધિક પ્રેમ-આદર કરવો ઘટે છે. ૩૨ દગ્ધ-શૂન્ય –અવિધિ અને અતિપ્રવૃત્તિ એ ચાર દે સમજી
ક્રિયા અનુષ્ઠાનમાં થતાં ટાળવા યોગ્ય છે. (એક ક્રિયા કરતાં અન્યમાં મન દેડે તે દગ્ધ દેષ, મનને પરોવ્યા વગર કરાય તે શુન્ય દેષ, અસ્તવ્યસ્ત કરાય તે અવિધિ દોષ અને શક્તિ ઉપરાંત હઠ આગ્રહથી કરવામાં આવે તે અતિપ્રવૃત્તિ દોષ જાણો.)
[ . ધ. પ્ર. પુ. પર, પૃ. ૨૩૭ ] બેધ વાકે—અમૃત વચન. ૧. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્ચય શ્રી જિનેશ્વરે કહ્યું છે તે ખરેખર વેદાન્તાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે.
૨. વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ કે ખેદ કરવો ઘટે નહીં. આત્મપરિણામ વિઘટે-રાગદ્વેષથી મલિનતા પામે તે જ હાનિ અને તે જ ભાવમરણ છે. સ્વભાવસમ્મુખતા તથા તેની દઢ ઈચ્છા પણ હર્ષ–ખેદને ટાળે છે.
૩. જે તીર્થકરે “જ્ઞાનનું ફળ વિરતિ’ કહ્યું છે તે તીર્થ કરને અત્યન્ત ભક્તિભાવે નમસ્કાર હે !