Book Title: Lekh Sangraha Part 03
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 353
________________ [ ૩૨૨ ] શ્રી કપૂરવિજયજી A ૩૧૯. સત્ય વચનવડે વાણી શુદ્ધ થાય છે. જ્ઞાનવડે મન શુદ્ધ બને છે અને ગુરુસેવાવડે કાયા શુદ્ધ થાય છે. આ શુદ્ધિ સાચી અને કાયમી છે. ૩૨૦. સ્વર્ગ અને મોક્ષપ્રાપ્તિને લાયક એવા મનુષ્યપણને વિષયસુખના લાલચુ મૂઢજનેએ ક્ષણિક સુખના અર્થે ગુમાવી દઈ તેને નરક અને તિર્યંચ ગતિને વેગ્ય બનાવી દીધું છે. ૩૨૧. સંપૂર્ણ સાધન-સામગ્રી પામ્યા છતાં જે વિષયરિપુના મહાસૈન્યને જીતી વશ કરવા ઉદ્યમ કરતો નથી, પુરુષાર્થ સેવતો નથી, તેને માનવભવ-અવતાર નિષ્ફળ જાય છે. - ૩૨૨. પ્રાણીઓના ચિત્તને આલાદકારી અને મિથ્યાવાદીજનોએ દૂર ટાળેલું એવું મધુર, પ્રિયકારી ને પ્રજનવાળું, અસત્યાદિ દૂષણ વગરનું, સત્યધર્મયુક્ત વચન જ વદવું. ૩૨૩. પ્રિયવચનને પ્રયોગ કરવાથી સર્વે ને સંતોષ વળે છે તેથી તેવું વચન જ વદવું. પ્રિય વચન વદવામાં શા માટે દરિદ્રતા સેવવી જોઈએ? કટુક વચન તો વધવું જ ન જોઈએ. ૩૨૪. વ્રત-નિયમ, શીલ, તપ, દાન, સંયમ અને અરિ હંતદેવની પૂજા-ભક્તિ એ સર્વે દુઃખને વિચ્છેદ કરવા નિમિત્તે જ આચરવાના કહેલાં છે, તેમાં જરા પણ સંદેહ નથી. ૩રપ. પરદ્રવ્યને તૃણાય, પરજીવને પિતાના પિતાતુલ્ય ને પરાઈ સ્ત્રીને પોતાની માતાતુલ્ય જે લેખે છે–સમજે છે તે પરમપદ–મોક્ષને પામે છે. ૩૨૬. સમ્યકત્વ, સમતાભાવ, નિઃસંગતા, સહનશીલતાખામોશ અને વિષયકષાયને ત્યાગ એ બધાં કર્મ-નિર્જરાના કારણ છે.

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368