Book Title: Lekh Sangraha Part 03
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 349
________________ [ ૩૧૮ ] શ્રી કપૂરવિજ્યજી ૨૮૯ અત્યંત દુષ્ટ મનવડે જે પાપકર્મ પૂર્વે એકઠું કરી રાખ્યું હોય તે તેનું કટુક ફળ દેવાને તૈયાર થયેલ હોય ત્યારે બીજા અનેરા ઉપર કેણ ક્રોધ કરે? વિવેકવાન હોય તે તો બીજા કેઈ ઉપર નકામો કપ ન જ કરે. (પિતાના કર્મ પર કાપ કરે.) ૨૯૦. દ્રવ્ય-શ્રણ દાતાર થતાં જેમ ચિત્તને સંતોષ થાય છે તેમ કર્મ–ત્રણ દૂર થતાં આત્માને અક્ષયસુખરૂપ મોક્ષ પ્રાપ્ત કેમ ન થાય? ૨૧. જે સ્વહિત કર્તવ્ય તજી દઈ, પરના પાપ-મળને યત્નથી હરે છે–પખાળીને સાફ કરે છે તેવા પોપકારી ઉપર જે હું ક્ષમા ન કરું તે પછી મારા કરતાં બીજો કૃતઘ કોણ હોઈ શકે? - ર૯૨. સુવિવેકરૂપ કળાના બળથી જે વિરોધી જનને પણ વશ કરી લે છે તે ખરે શૂરવીર અને ખરો પંડિત છે. (વિવેક બધી કળાને જીતી લે છે. ) - ર૩. વિવાદ-વાદવિવાદ મનુષ્યના ધર્મ, અર્થ અને કામનો નાશ કરે છે અને વેરવિધ ઉપજાવી નિત્ય પાપકર્મનો બંધ કરાવનાર બને છે, તેથી તે ત્યાજ્ય છે. ૨૯૪. જે સદા ક્ષમાગુણને ધારણ કરે છે તે મનુષ્ય ધન્ય-કૃત્યપુન્ય છે. શઠ ને લોભીજને વડે ઠગાયા છતાં તેઓ વિવાદ નથી જ કરતા. ૨૫. મેટા મેટા દ્રવ્યવાને પણ વાદ-વિવાદ કરતાં કોટે ચઢી નાશ પામ્યા છે, તેથી અર્થને જાતે કરે સારે પણ ખળ લેકે સાથે વિવાદ કરે સારે નહીં.

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368