________________
[૩૧૬ ]
શ્રી કપૂરવિજયજી દુખદાયક કહ્યા છે, તેથી તત્વના જાણકારોએ તેમને સંગ સદા ય તજવા ગ્ય છે.
ર૭૫. જગતમાં સદગુણે સારી રીતે પૂજાય છે, તેથી ગુણે જ કલ્યાણકારી છે. આ લોકમાં મોટા પણ ગુણહીન હોય તે તે નીચ-પાપીમાં લેખાય છે.
૨૭૬. કુળહીન–નીચ કુળને માણસ પણ સગુણવડે ગુરુપદ પામે છે, અને સારા કુળમાં ઉત્પન્ન થયા છતાં નિર્ગુણ હેય તે તત્કાળ લઘુતા પામે છે.
ર૭૭. ચારિત્રશીલ–સદાચરણ પુરુષ ઈન્દ્રપ્રમુખ દેવડે પૂજાય છે અને દુરાચારી હોય તે તો આ લોકમાં પુત્રેવડે પણ નિદાય છે-તિરસ્કાર પામે છે.
૨૭૮. ચારિત્રધર્મ અંગીકાર કરીને પાછા જે ચારિત્રબ્રણ થયા તેમણે શાસન સામ્રાજ્ય તજી, ગુલામગીરી આદરી જાણવી.
- શીલ-બ્રહ્મવતને મહિમા. ૨૭૯ બ્રહ્મવ્રતધારી-શીલવ્રત પાળવામાં સુદઢ સજજનો આ લેકમાં અને પરલોકમાં દેવ-મનુષ્યને વિષે સદા ય સત્કાર પામે છે. - ૨૮૦. તત્ત્વ-સાધન સહિત શીલવતને સાચવવામાં સાવધાન રહેતા ઉત્સાહી સજજને મહાભયંકર આપદા-ઉપસર્ગોને પણું તરી જાય છે.
૨૮૧. શીલ-સંયમધારી સજ્જનેનું મૃત્યુ અખંડ શીલ પાળતાં લઘુવયમાં થાય તે સારું, પણ ઉત્તમ શીલથી ચૂકી ગયેલાનું ગમે તેટલું લાંબું જીવિત સારું નહીં.