________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૫૭ ] આકરી એવી નરક વેદના તું શી રીતે સહન કરી શકીશ? એ અમે સમજી શકતા નથી, માટે પ્રમાદ તજીને જાગૃત થા.
૩. અસ્થિર એવા દેહ વડે જે સ્થિર એ જૈનધર્મ પ્રાપ્ત થત હોય, મલિન એવા દેહ વડે નિર્મળ ધર્મની પ્રાપ્તિ થઈ શકતી હોય અને પરવશ એવા દેહવડે સ્વવશ (સ્વાધીન) એ સત્ય સનાતન ધર્મનો પેગ થઈ શકતો હોય તે પછી બાકી શું રહે? (ખરેખર સફળ પ્રયત્નવાળા જ થવાય.)
૪. જેમ ભાગ્યહીન જીવને ચિન્તામણિ રત્નની પ્રાપ્તિ સુલભ થતી નથી, તેમ ગુણહીન–અગ્ય જીવોને શુદ્ધ ધર્મરત્ન પણ પ્રાપ્ત થઈ શકતું નથી.
૫. જેમ જન્મથી જ અંધ જીવોને ચક્ષુને સંગ થઈ શકતો નથી, તેમ વિપરીત શ્રદ્ધામાં દઢ રીતે જકડાયેલા જીવને જૈનધર્મનો સંગ થઈ શકતો નથી.
૬. જિનેશ્વરના માર્ગમાં પ્રત્યક્ષ અનંત જ્ઞાનાદિક ગુણોને લાભ થઈ શકે છે અને લેશમાત્ર દોષ નથી તેમ છતાં અજ્ઞાનાંધ જી કયારેય પણ તેને આદર–સ્વીકાર કરી શક્તા નથી.
૭. મિથ્યાત્વસેવનમાં પ્રગટ અનંત હઠ-કદાગ્રહાદિક દોષ દેખાય છે અને તેથી લેશમાત્ર ગુણ થતું નથી તેમ છતાં કષ્ટની વાત છે કે મેહાન્ત જીવો તો તેમિથ્યાત્વને જ સવિશેષપણે સેવ્યા કરે છે.
૮. શુદ્ધ અને સત્ય ધર્મરત્નની પરીક્ષા જે સારી રીતે કરી જાણતા નથી તેવા નરોનું વિજ્ઞાન અને અન્ય કળાકુશળતા શા કામનાં છે?
૧૭